Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratઆગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ: ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયેલા જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબકે છે. હાલમાં ગુજરાતમાં 100 ટકા કરતા પણ વધુ વરસાદ પડી ગયો છે ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં પણ સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. જોકે અઠવાડિયાના અંતમાં અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.

સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવા છતાં પણ બફારાથી લોકો કંટાળી ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધતાં બફારો વધ્યો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવું હમાવાન વિભાગે જણાવ્યું છે.

ગુજરાતના કેટલાંક વિસ્તારો પર હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી 48 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? Dive into this thrilling experience of knowledge and let your thoughts roam! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page