Monday, April 15, 2024
Google search engine
HomeNationalપોલીસ કોન્સ્ટેબલની પત્ની સાથે અફેર રાખવું મોંઘું પડ્યું, પ્રેમીનું માથું ધડથી અલગ...

પોલીસ કોન્સ્ટેબલની પત્ની સાથે અફેર રાખવું મોંઘું પડ્યું, પ્રેમીનું માથું ધડથી અલગ કરી બોડીના કડકા કર્યાં

રુંવાટા ઉભા કરી દેતો એક બનાવ સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલની પત્નીને તેના જ ગામના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ અફેરની પોલીસ કોન્સ્ટેબલને ખબર પડી ગઈ હતી. તેણે પત્નીના પ્રેમીને ધ્રુજાવી દેતું મોત આપ્યું હતું. પ્રેમીનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. અને શરીરના અનેક ટૂકડા કરીને સળગાવી દીધા હતા. એટલું જ નહીં આ જઘન્ય ગુનામાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ પણ સાથ આપ્યો હતો.

માથા વગરની લાશ મળી
પ્રાપ્ત વિગત મુજબ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના એન્ટોપ હીલ વિસ્તારમાં 30 સપ્ટેમ્બરના રોજ પોલીસ વિભાગને એક અડધી સળગેલી લાશ મળી હતી. જેનું માથું કપાયેલું હતું અને શરીરના અસંખ્ય ટૂકડા હતા. આ લાશ ઓળખ થઈ શકી નહોતી. જોકે પોલીસે એક મહિના બાદ લાશ પર દોરેલા ટેટ્ટુની મદદથી આ કેસ ઉકેલી લીઘો હતો. અને હત્યાને અંજામ આપનારા આરોપીઓને પણ દબોચી લીધા હતા. આરોપી બીજું કોઈ નહીં પણ મુંબઈના એસીપીનો ડ્રાઈવર શિવશંકર ગાયકવાડ અને તેની પત્ની મોનાલી ગાયકવાડ જ નીકળ્યા હતા.

ટેટ્ટુના આધારે ઉકેલાયો કેસ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના કહેવા મુજબ મૃતકની ઓળખ સોલાપુરના રહેવાશી દાદા જગદાલે તરીકે થઈ છે. તેની ઓળખ મેળવવા માટે પોલીસને ખૂબ મહેનત કરવી પડી હતી. કેમ કે લાશનું માથું નહોતું અને ધડ નીચેની જે બોડી મળી હતી તે ખૂબ ખરાબ હાલતમાં હતી. પોલીસની નજર અંતે બોડીના હાથ પર ગઈ હતી. જેના પર એક ટેટ્ટુ બનેલું હતું. જે ટેટ્ટુના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવી હતી. (તસવીરમાં પોલીસ કોન્સ્ટેબલ શિવશંકર અને પત્ની મોનાલી)

કૉલ રેકોર્ડ જોઈને પોલીસ પણ ચોંકી
પોલીસે મૃતકના ટેટ્ટુના આધારે સીસીટીવી તપાસ્યા હતા. આજુબાજુના વિસ્તારના મોબાઈલ ટાવર લોકેશનના આધારે ઓળખ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ તપાસ દરમિયાન પોલીસને દાદા જગદાલે નામના વ્યક્તિનું લોકેશન ટ્રેસ થયું હતું. પોલીસે મોબાઈલ નંબર ટ્રેસ કર્યો તે યુવાન સોલાપુરનો નીકળ્યો. જોકે દાદા જગદાલે નામનો યુવાને તેના સરનામા પર હાજર નહોતો. પોલીસે ત્યાર પછી કૉલ રેકોર્ડ ચેક કર્યા હતા. જેમાં સામે આવ્યું કે દાદા જગદાલે નામના આ યુવાનની મોનાલી નામની મહિલા સાથે સૌથી વધારે વાત થઈ હતી. જેના આધારે પોલીસે શિવશંકર અને તેની પત્ની મોનાની અટકાયત કરીને આકરી પૂછપરછ કરી હતી. જેમાં બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

પોલીસ કોન્સ્ટેબલ અને પત્નીનું નામ આવ્યું સામે
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી શિવશંકર ગાયકવાડ અને મોનાલી ગાયકવાડ પતિ-પત્ની છે. તેઓ મુંબઈના વર્લીમાં પોલીસ કોલોનીમાં રહે છે. શિવશંકર અવારનવાર પત્નીના ચારિત્ર પર શંકા કરતો હતો. જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝગડા થતા હતા. જેનાથી કંટાળીને મોનાલી અક્કલકોટમાં રહેવા ચાલી ગઈ હતી. (તસવીરમાં પોલીસ કોન્સ્ટેબલની  પત્ની મોનાલી અને મૃતક દાદા જગદાલે)

મોનાલી અને દાદા જગદાલે શરૂ થયું અફેર
અહીં મોનાલી ગાયકવાડની ઓળખાણ દાદા જગદાલે સાથે થઈ હતી. મોનાલી અને દાદા જગદાલે સોલાપુર જિલ્લાના એક જ ગામના વતની હતા. પછી આ દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. બંને એક સાથે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન શિવશંકર મોનાલીને સમજાવીને પોતાના ઘરે મુંબઈ પરત લઈ ગયો હતો. મોનાલી મુંબઈ આવી ગઈ છતાં તેની દાદા જગદાલે સાથે ફોન પર વાત ચાલુ હતી. મોનાલીના આ અફેરની જાણકારી તેના પતિ શિવશંકરને થઈ તો તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો અને તેણે દાદા જગદાલની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

પત્નીના પ્રેમીની હત્યા માટે ઘડ્યો પ્લાન
શિવશંકરે દાદા જગદાલને કોઈ બહાને મુંબઈ બોલાવ્યો હતો. તક મેળવીને તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. દાદા જગદાલેની હત્યાની વાત મોનાલીને પણ ખબર પડી ગઈ હતી, જોકે આ વાત બહાર જશે તો તેની ઈજ્જત પણ પાણીમાં મળી જશે એ વિચારીને તેણે પણ પતિને સાથ આપ્યો હતો. શિવશંકર અને મોનાલીએ લાશના ટૂકડા કર્યા હતા અને માથું કાપીને કચરામાં ફેંકી દીધું હતું. બાદમાં લાશને સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ તેમણે ડેડબોડીને સાયનના એસપી ઓફિસની સામે ફેંકી દીધી હતી. કોઈને શંકા ન જાય એટલા માટે તે દિવસે તે પોતાની ડ્યૂટી પર પણ હાજર રહ્યો હતો. પોલીસે બંને આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. (સૌજન્ય તસવીરો: મીડ-ડે)

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Embark into this thrilling experience of discovery and let your thoughts soar! ? Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the realms of discovery! ✨

  2. I participated on this gambling website and won a substantial sum of money, but eventually, my mother fell ill, and I needed to cash out some funds from my account. Unfortunately, I experienced difficulties and was unable to finalize the cashout. Tragically, my mom died due to such casino site. I implore for your help in reporting this online casino. Please assist me to achieve justice, so that others won’t undergo the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I tried my luck on this gambling site and earned a significant pile of cash. However, afterward, my mom fell seriously ill, and I needed to take out some earnings from my account. Unfortunately, I faced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to such casino site. I kindly request your help in addressing this concern with the site. Please assist me to find justice, to ensure others won’t experience the pain I’m facing today, and avert them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page