Friday, April 12, 2024
Google search engine
HomeGujaratબગોદરા-વટામણ હાઈવે ઉપર ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત

બગોદરા-વટામણ હાઈવે ઉપર ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત

વાપીમાં રાજ્યકક્ષાની જૂડોની સ્પર્ધામાં ભાગ લેવા ગયેલા રાજકોટના વિદ્યાર્થીઓનો બુધવારે વહેલી સવારે ગોઝારો અકસ્માત થયો હતો જેમાં બે વિદ્યાર્થી સહિત 3 વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બાકીના ઘાયલ વિદ્યાર્થીઓને અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાંથી બે વિદ્યાર્થીની હાલત બુધવારે જ અતિ ગંભીર હતી તે બે વિદ્યાર્થી ગઢિયા ધનવાન (ન્યૂ એરા સ્કૂલ) અને પાલ અંકિત (સરદાર પટેલ વિદ્યામંદિર)ના ગુરુવારે અવસાન થતા રાજકોટ શિક્ષણજગતમાં શોક છવાયો છે. ગુરુવારે વધુ બે વિદ્યાર્થીના મૃત્યુ નીપજતા કુલ મૃત્યુઆંક 5 થયો છે.

ગુરુવારે અવસાન પામેલા બે બાળક પૈકી ગઢિયા ધનવાનનો 21 દિવસ પછી 20 જાન્યુઆરીએ જન્મદિવસ હતો, પરંતુ અકાળે અવસાનથી પરિવારમાં પણ આક્રંદ છવાયો છે. જ્યારે પાલ અંકિત ધો.12 સાયન્સનો હોશિયાર વિદ્યાર્થી હતો, અભ્યાસની સાથે સાથે જૂડોમાં પણ તે એક્સપર્ટ હતો. છેલ્લા ચાર વર્ષથી જૂડો રમી રહ્યો હતો અને બે વખત રાજ્યકક્ષાએ જૂડો રમવા માટે પસંદગી પામ્યો હતો.

બુધવારે અકસ્માત થયા બાદ અત્યાર સુધીમાં 4 વિદ્યાર્થીઓ સહિત કુલ 5ના મૃત્યુ નીપજતા બાળકોના પરિવાર અને શાળાઓમાં પણ શોકનો માહોલ છવાયો છે. જૂડોના ખેલાડીઓનો બગોદરા પાસે ગોઝારો અકસ્માત થતા અત્યાર સુધીમાં ચાર વિદ્યાર્થી સહિત 5ના મૃત્યુ નીપજ્યા છે.

ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઓએસડી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.અર્જુનસિંહ રાણાને ઘટનાની જાણ થતાં જ તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા અને ઘાયલ વિદ્યાર્થીઓના ખબર પૂછ્યા હતા, વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ વાત કરી હતી.

અકસ્માતમાં ઘવાયેલા વિદ્યાર્થીઓ પૈકી અત્યાર સુધીમાં એક વિદ્યાર્થિની અને ત્રણ વિદ્યાર્થી સહિત કુલ 4ના અવસાન થયા છે જ્યારે હજુ પણ પાંચ બાળકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જોકે સારવાર લઇ રહેલા બાળકો ગંભીર નહીં હોવાનું જાણવા મળ્યું છે. બાળકોના વાલીઓ અને સ્કૂલના શિક્ષકો પણ હાલ અમદાવાદ દોડી ગયા છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I engaged on this online casino site and managed a significant cash, but eventually, my mom fell ill, and I required to cash out some funds from my balance. Unfortunately, I encountered problems and could not complete the withdrawal. Tragically, my mother passed away due to this online casino. I implore for your assistance in lodging a complaint against this online casino. Please support me to achieve justice, so that others won’t have to undergo the suffering I am going through today, and stop them from shedding tears like mine. ????

  2. I tried my luck on this casino website and earned a significant sum of cash. However, afterward, my mom fell seriously ill, and I required to take out some funds from my account. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mom passed away due to this casino site. I kindly plead for your assistance in bringing attention to this issue with the online casino. Please assist me in seeking justice, to ensure others won’t endure the anguish I’m facing today, and stop them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page