Saturday, April 20, 2024
Google search engine
HomeFeature Rightમોડી રાતે મોડાસામાં ધોધમાર 1.5 ઈંચ વરસાદ ખાબકતાં પાણી જ પાણી

મોડી રાતે મોડાસામાં ધોધમાર 1.5 ઈંચ વરસાદ ખાબકતાં પાણી જ પાણી

ગુજરાતમાં ગઈ કાલે મોડી રાતે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અરવલ્લીનાં મોડાસામાં વરસાદને કારણે દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. મોડાસાના બાલાજી સોસાયટીમાં ત્યાં પાર્ક કરેલી બે ગાડીઓ પર દીવાલ પડી હતી જેના કારણે સોસાયટીનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો.

અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી છૂટકારો મળ્યો હતો. મોડાસામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મેઘરજ-માલપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ભિલોડામાં 9 મીમિ અને ધનસુરામાં 2 મિમી વરસાદ નોંધાયો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

અરવલ્લીનાં જિલામાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો. મોડાસા, શામળાજી, બાયડ અને માલપુર સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this online casino platform and earned a considerable amount of cash. However, later on, my mother fell critically sick, and I wanted to cash out some money from my wallet. Unfortunately, I encountered difficulties and was unable to withdraw the funds. Tragically, my mom died due to such gambling platform. I earnestly request your assistance in reporting this situation with the site. Please help me in seeking justice, to ensure others won’t have to face the anguish I’m facing today, and avert them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page