Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightછેલ્લા 5 મહિનાથી આ દિવ્યાંગ કેમ મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે?...

છેલ્લા 5 મહિનાથી આ દિવ્યાંગ કેમ મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે? જાણો કારણ

પાટણ: હારિજ તાલુકાના ખાખલ ગામનો બંને પગે દિવ્યાંગ યુવાનને છેલ્લા પાંચ-છ મહિનાથી પોતાના આધાર કાર્ડમાં આવેલી જન્મ તારીખની ભૂલ સુધારવા માટે હારીજ મામલતદાર કચેરીના ધક્કા ખાઈને કંટાળી ગયો છે. આ યુવાન આખરે એક દિવસ કલેક્ટરને રૂબરૂ મળીને આ બાબતે રજૂઆત કરતા કલેક્ટર દ્વારા તેની સમસ્યાનું સમાધાન લાવવા ખાતરી આપી હતી.

રાજ્ય અને કેન્દ્ર સરકારને મોટાભાગની યોજનાઓનો લાભ મેળવવા તેમજ અન્ય સરકારી કામકાજ કે મોબાઈલનું સીમકાર્ડ ખરીદવા જેવી સામાન્ય બાબતમાં પણ આધારકાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ આધાર કાર્ડ નવું કઢાવવા અને તેમાં સુધારા વધારા કરવા માટે નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

તો આવો આવો જ એક કિસ્સો હારિજ તાલુકાના ખાખલ ગામમાં રહેતા અને ગામમાં નાનકડો વેપલો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અને બંને પગે દિવ્યાંગ ધરાવતા જયંતિભાઈ ખેતાભાઇ રાવળ નામના વ્યક્તિ સાથે બનવા પામ્યો હતો. જયંતીભાઈ રાવળ પાસે પોતાનું આધારકાર્ડ તો છે પરંતુ તે આધારકાર્ડમાં કોમ્પ્યુટર ઓપરેટરની ભૂલના કારણે જન્મ તારીખમાં ભૂલ આવતાં તેને સુધારવા માટે છેલ્લા પાંચ મહિનાથી તેઓ પોતાના ગામ ખાખલથી હારીજ મામલતદાર કચેરી ખાતે ચાલતા આધાર કેન્દ્રના ચક્કર કાપી રહ્યા છે પરંતુ આ દિવ્યાંગ વ્યક્તિની હાલતની પણ ચિંતા કર્યાં વિના તેમને આધારકાર્ડમાં સુધારા ન થઈ શકે તેવા બહાના બતાવી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.

કંટાળીને જયંતીભાઈ રાવળ દ્વારા પાટણ કલેક્ટર કચેરી ખાતે આવી કલેક્ટર આનંદ પટેલને મળીને આ બાબતે રજૂઆત કરતા કલેક્ટર દ્વારા આધાર કાર્ડમાં સુધારો કરવા માટેની વ્યવસ્થા કરવા મામલતદાર કચેરીને જાણ કરવામાં આવી હતી.

આ અંગે જયંતિ ભાઈ રાવળે જણાવ્યું હતું કે, તેમની પાસે એસ.ટી.નો મફત મુસાફરી માટેનો પાસ છે. પરંતુ તેમને રેલવેનો પાસ કઢાવવાનો હોવાથી તેમણે પાસ માટે રેલવેમાં આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ રજૂ કર્યાં હતા. પરંતુ તેમનું ફોર્મ પરત આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમના આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા જન્મ તારીખ અલગ-અલગ હોવાથી તેમનું ફોર્મ પાછું મોકલવામાં આવ્યું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! ? ? into this cosmic journey of knowledge and let your mind roam! ? Don’t just explore, immerse yourself in the thrill! ? Your brain will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page