Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodકુશલ પંજાબી સાથે બે દિવસ પહેલાં વાત કરનાર મિત્ર ચેતન હંસરાજે કર્યા...

કુશલ પંજાબી સાથે બે દિવસ પહેલાં વાત કરનાર મિત્ર ચેતન હંસરાજે કર્યા ખુલાસા

મુંબઈ: બોલિવુડ ટીવી એક્ટર કુશલ પંજાબીની આત્મહત્યાથી આખી ઈન્ડસ્ટ્રીઝ આઘાતમાં છે. પોલીસના કહેવા મુજબ કુશલના ઘરેથી સુસાઈડ નોટ મળી છે. સ્પૉટબૉય સાથેની વાતચીતમાં ડીસીપી પરજીતસિંહ દહિયાએ કહ્યું હતું કે, પ્રથમ નજરે આ એક આત્મહત્યાનો કેસ લાગે છે. કુશલ પંજાબીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શું છે સુસાઈડ નોટમાં: સુસાઇડ નોટમાં કુશલે પોતાના મોત માટે કોઈને જવાબદાર નથી ગણાવ્યા. કુશલે નવેમ્બર 2015માં પોતાની યુરોપીયન ગર્લફેન્ડ ઑડ્રે ડોલે સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે. કુશલની પત્ની પોતાના પુત્ર સાથે શાંઘાઈમાં રહે છે.

કુશલનો નજીકનો દોસ્ત હંસરાજ આઘાતમાં: કુશલના ખાસ દોસ્ત હંસરાજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તે કુશલના મોતથી આઘાતમાં છે. ચેતન હંસરાજે કહ્યું કે તેની પત્ની કુશલથી અલગ થઈને પુત્ર સાથે શાંઘાઈમાં રહેતી હતી. જેથી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. અમને વિશ્વાસ નથી આવતો કે કુશલ આપણી વચ્ચે નથી. મેં તેની સાથે બે દિવસ પહેલાં જ વાત કરી હતી. કુશલે મને કહ્યું કે તે પરેશાન છે. મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવી વસ્તુ જિંદગીમાં બનતી હોય છે. તેણે આ બધા સામે લડવું પડશે. પણ મેં એવી કલ્પના નહોતી કરી કે કુશલ આવું પગલું ભરશે. કુશલ પંજાબી અને હંસરાજ 20 વર્ષથી એક-બીજાને ઓળખે છે.

કાલ બપોરથી પરિવારનો સંપર્ક નહોતો થતો : કુશલ પંજાબીના માતા-પિતા કાલ બપોરથી તેનો કૉન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતાં હતા, પણ તેનો ફોન લાગતો નહોતો. પરિવારે રાત સુધી રાહ જોઈ, જ્યારે કુશલ તરફથી કોઈ રિસ્પૉન્સ ન મળ્યો તો, તેઓ રાત્રે 10.30 વાગ્યે તેની બિલ્ડિંગ પહોંચી ગયા હતા. દરવાજા તોડીને અંદર ગયા. અંદર જઈને જોયું તો કુશલની લાશ પંખા સાથે લટકતી મળી હતી. હાલ બૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

કુશલ ઈન્ડસ્ટ્રીમાં ડાન્સર અને મોડલ તરીકે કરી હતી એન્ટ્રી :  કુશલ પંજાબીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડાન્સર અને મોડેલ તરીકે એન્ટ્રી કરી હતી. તેણે ‘સલામ-એ-ઈશ્ક’, ‘ધન ધના ધન ગોલ’, ‘કાલ’ વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું. ટીવીમાં તે ‘લવ મેરેજ’, ‘દેખો મગર પ્યાર સે’, ‘ડોન’ વગેરે સીરિયલ્સમાં જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Embark into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the realms of discovery! ?

  2. I engaged on this gambling website and succeeded a significant cash, but later, my mother fell ill, and I required to cash out some funds from my account. Unfortunately, I encountered problems and could not finalize the cashout. Tragically, my mother died due to the casino site. I implore for your support in reporting this website. Please support me to achieve justice, so that others won’t have to face the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I engaged on this gambling website and succeeded a substantial sum of money, but after some time, my mom fell sick, and I needed to take out some funds from my account. Unfortunately, I encountered issues and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to the online casino. I request for your support in bringing attention to this site. Please support me to achieve justice, so that others do not face the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page