Thursday, April 11, 2024
Google search engine
HomeNationalમંત્રોચ્ચાર વગર વરરાજાએ દુલ્હન સાથે કર્યાં લગ્ન, બંધારણના સોગન ખાઈને ફર્યાં ફેરા

મંત્રોચ્ચાર વગર વરરાજાએ દુલ્હન સાથે કર્યાં લગ્ન, બંધારણના સોગન ખાઈને ફર્યાં ફેરા

સીહોરઃ મધ્યપ્રદેશના સીહોરમાં યુગલે અગ્નિના નહીં, પરંતુ બાબા સાહેબ આંબડેકરની તસવીરને સાક્ષી માનીને સાત ફેરા લીધા હતા. મંગળસૂત્ર નહોતું, સેથામાં સિંદૂર પણ ભરવામાં આવ્યું નહોતું. બંધારણના શપથ લઈને વર-વધૂ એકબીજાના થયા હતા. વર-વધૂએ એકબીજાને માળા પહેરાવી હતી અને બંધારણની પ્રસ્તાવનાની શપથ લીધી હતી.

મધ્યપ્રદેશના સીહોરમાં માલવીય સમાજના ગ્રામ મુલ્લાનીના દીપક માલવીયના લગ્ન શાઝપુરના લસુડિયા ગૌરીમાં રહેતી આરતી માલવીય સાથે નક્કી થયા હતા. આ લગ્નમાં મંત્રોચ્ચારનો અવાજ નહોતો, પરંતુ ભારતીય બંધારણની પ્રસ્તાવનાની શપથ સાંભળવા મળી હતી.

વર-વધૂએ પહેલાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની તસવીરને માળા પહેરાવી હતી. ત્યારબાદ વર વધૂએ એકબીજાને માળા પહેરાવી અને ભારતીય બંધારણની પ્રસ્તાવના વાંચીને શપથ અપાવી હતી.

બંધારણ તથા ડો.આંબેડકરની તસવીરની સામે સાત ફેરા લઈને વૈવાહિક જીવનની શરૂઆત કરી હતી. બંને પરિવારે વર-વધૂને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્ન માલવીય સમાજના મંદિરમાં કરવામાં આવ્યા હતા. લગ્નમાં બંને પક્ષના થઈને કુલ 15 લોકો જ સામેલ થયા હતા. લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.

વરરાજા દીપક માલવીયે કહ્યું હતું કે તેમને આજે ગર્વ છે. તેમણે બંધારણ તથા આંબેડકરની તસવીરની સાક્ષીએ લગ્ન કર્યાં છે. સમાજના લોકો આ રીતે સાદગીથી લગ્ન કરે તે જરૂરી છે. દુલ્હન આરતી માલવીયે કહ્યું હતું કે બંધારણની શપથ લઈને નવા જીવનની શરૂઆત કરી છે. લોકો લગ્નમાં ખોટો વેડફાટ ના કરે અને ઓછા પૈસે લગ્ન કરે તે જરૂરી છે.

 

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your mind soar! ? Don’t just enjoy, experience the thrill! ? Your brain will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page