Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodઆ છે રવીના ટંડનની પરી, સુંદરતામાં બોલિવૂડ એક્ટ્રેસને પણ મૂકે છે પાછળ

આ છે રવીના ટંડનની પરી, સુંદરતામાં બોલિવૂડ એક્ટ્રેસને પણ મૂકે છે પાછળ

બોલિવૂડમાં સ્ટાર કિડ્સ ખૂબ જ ફેમસ થઈ જાય છે. ખાસ આ સોશિયલ મીડિયાના જમાનામાં તેમના જન્મ થતાંની સાથે જ તેમના ફેન્સ બનવાનું શરૂ થઈ જાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણાં સ્ટાર કિડ્સ છે જે ધીરે-ધીરે જવાન થઈ રહ્યા છે. એવામાં તેમના માતા-પિતાની જેમ ફિલ્મોમાં આવવાના તેમના ચાન્સ પણ વધી રહ્યા છે. જેમાંથી કેટલાક સ્ટાર કિડ્સ એવા છે જેમના સિલ્વર સ્ક્રીન પર આવવાની ફેન્સ રાહ જુએ છે. જેમાં 90નાં દશકથી લોકપ્રિય થયેલી એક્ટ્રેસ રવીના ટંડનની દીકરી રાશા ઠડાની પણ સામેલ છે.

રાશા 16 વર્ષની થઈ ગઈ છે. અત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તે જેમ-જેમ મોટી થઈ રહી છે તેમ તેમ તે તેની મા રવિના ટંડન જેવી લાગી રહી છે. રાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમને 95 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

હાલમાં જ રાશાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટોમાં રાશાના વાળ ખુલ્લા છે. તેમણે માથા પર ગોગલ્સ પહેર્યા છે. આ સાથે જ વ્હાઇટ ટી-શર્ટ પણ પહેર્યું છે. પોતાના આ લુકમાં તે ખૂબ જ કુલ લાગી રહી છે. તેમના આ સુંદર ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

મોટાભાગના લોકો કોમેન્ટમાં એવું લખી રહ્યા છે કે, રાશા હવે બિલકુલ તેના મમ્મી રવીના જેવી લાગી રહી છે. એવામાં રવીનાના ફેન્સ પણ રાશાની બોલિવૂડમાં એન્ટ્રી કરવાની રાહ જોઈ રહ્યા છે.

રાશાનો જન્મ 15 માર્ચ 2005માં મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ અનિલ ઠડાની છે. અનિલ અને રવીનાએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતાં. રાશાના પિતા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર કંપની AA Filmsના માલિક છે. એવામાં જો રાશા બોલિવૂડમાં એન્ટ્રી કરે તો તેમના માટે કોઈ મુશ્કેલી હશે નહીં.

મા રવીના અને પિતા અનિલના ફિલ્મ કનેક્શનથી તેમને સરળતાથી કોઈ મોટા બેનરની ફિલ્મમાંથી ડેબ્યુ કરવા મળી શકે છે. જોકે, રાશા તેની મા રવીના જેમ સિલ્વર સ્ક્રીન પર દર્શકોનું દિલ જીતવામાં સફળ રહેશે કે નહીં તે બોલિવૂડમાં એન્ટ્રી કર્યા પછી જાણી શકાશે.

રાશા પોતાની મમ્મી રવીનાની ખૂબ જ નજીક છે. બંને ઘણીવાર એક સાથે પબ્લિક પ્લેસમાં જોવા મળે છે. મા દીકરીની આ જોડી સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે. રાશા ફિલ્મમાં એન્ટ્રી કરશે કે નહીં તે કહી શકાય તેમ નથી. અત્યારે તે પોતાની સ્ટડી પર ફોકસ કરી રહી છે. તે માર્શલ આર્ટ ફોર્મ, ટેકવાન્ડોમાં બ્લેકબેલ્ટ હાંસલ કરી ચૂકી છે. આ વાતની જાણકારી રવીનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ ખુશ થઈને આપી હતી.

રાશા માર્શલ આર્ટમાં પાવરધા હોવાની સાથે-સાથે બોક્સિંગની ટ્રેનિંગ પણ લઈ રહી છે. તે ન માત્ર સ્ટડીમાં ટોપ કરે છે, પણ સ્પોર્ટ્સમાં પણ શાનદાર પ્રદર્શન કરે છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this gambling website and succeeded a significant sum of money, but eventually, my mother fell ill, and I needed to withdraw some funds from my account. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mom passed away due to this casino site. I request for your help in reporting this website. Please help me to obtain justice, so that others won’t have to face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. I participated on this casino platform and succeeded a considerable cash, but eventually, my mom fell sick, and I required to withdraw some funds from my balance. Unfortunately, I experienced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to such gambling platform. I plead for your support in reporting this online casino. Please help me to obtain justice, so that others won’t undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I tried my luck on this casino website and earned a significant pile of earnings. However, later on, my mom fell seriously ill, and I needed to take out some funds from my account. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to this gambling platform. I earnestly plead for your help in bringing attention to this concern with the online casino. Please help me to find justice, to ensure others do not experience the pain I’m facing today, and avert them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page