Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratસુરતથી દીવ વચ્ચે શરૂ થઈ લક્ઝુરિયસ ક્રૂઝ, ક્લિક કરીને જાણો ભાડા સહિતની...

સુરતથી દીવ વચ્ચે શરૂ થઈ લક્ઝુરિયસ ક્રૂઝ, ક્લિક કરીને જાણો ભાડા સહિતની તમામ વિગતો

One Gujarat, Surat: 31 માર્ચના રોજ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિદેશી ક્રૂઝ સેવાની જેમ હવે સુરતથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવ્યું છે. અમે તમારા માટે આ ક્રૂઝની અંદરની તસવીરો લઈને આવ્યા છે જે જોઈને તમારું મન મોહી જશે એ નક્કી. તસવીરો પર એક નજર કરો…

આ ક્રૂઝ દર સોમવારે અને બુધવારે સાંજે હજીરાથી ઉપડશે અને બીજા દિવસો દીવ પહોંચશે એટલે અઠવાડિયામાં બે દિવસ ક્રૂઝ સેવા ચાલશે. હજીરાથી દીવ જતાં ક્રૂઝને 14 કલાક જેટલો સમય લાગશે જ્યારે આ ક્રૂઝમાં 300 મુસાફરો એકસાથે પ્રવાસ કરી શકશે.

આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે ટ્રીપ મારશે. ત્યારબાદ શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઈ-સીમાં મુસાફરી કરાવશે. આ ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે જેની ઘણી તસવીરો સામે આવી છે.

ક્રુઝ સેવાની વિશેષતાની વાત કરવામાં આવે તો, ક્રુઝમાં 300 મુસાફરોની ક્ષમતા સાથે 16 કેબીન છે. ક્રુઝ અઠવાડિયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ મારશે જ્યારે ક્રુઝ ગેમિંગ ઝોન, વીઆઈપી લોન્જ, મનોરંજન ઓન ડેક જેવી આધૂનિક સુવિધાઓથી સજ્જ છે. આ સેવાથી દરિયાકાંઠાના શહેરો સાથે ઉદ્યોગોને મોટો ફાયદો થશે તો સુરતીઓ સરળતાથી સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી શકશે.

આ અફલાતુન ક્રૂઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ પહોંચશે જ્યારે તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના બીજા દિવસે સવારે હજીરા પરત ફરશે. હજીરાથી દીવ જતા અંદાજે 13થી 14 કલાક જેટલો સમય લાગે છે. આ ક્રૂઝમાં 300 મુસાફરો પ્રવાસ કરી શકશે. આ સાથે જ તેમાં 16 જેટલી કેબિનો પણ આવેલી છે.

આ ક્રૂઝમાં દીવથી હજીરા અને હજીરાથી દીવનું સિંગલ ભાડું વ્યક્તિ દીઠ 900 રૂપિયા હશે જ્યારે રિટર્ન ટીકિટ લો તો તમને એક ટીકિટ 1700 રૂપિયામાં પડશે. ક્રૂઝની 900 રૂપિયાની ટિકિટની સાથે ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે VIP લાઉન્જમાં અનલિમિટેડ FOOD અને શિપના તમામ ભાગમાં ફરવા માટેનું ભાડું 3000 રૂપિયા રાખવામાં આવ્યું છે, જે ટ્રિપના એન્ટ્રી ભાડા ઉપરાંત લેવામાં આવશે.

હજીરા-દીવ વચ્ચે શરુ થનારી ક્રૂઝમાં 16 કેબિનો છે, જે મુસાફર એકલા માટે અથવા બે વ્યક્તિ માટે બુક કરાવી શકે છે. આ ઉપરાંત ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વીઆઈપી લાઉન્જ અને એન્ટરટેઇનમેન્ટ ઓન ડેક પણ હશે.

હજીરા – દીવ વચ્ચે શરૂ થયેલા ક્રૂઝની અંદરની તસવીરો

હજીરા – દીવ વચ્ચે શરૂ થયેલા ક્રૂઝની અંદરની તસવીરો

સુરતથી દીવ અને દીવથી સુરત વચ્ચે શરૂ થયેલ ક્રૂઝ ક્યારે અને કેટલા વાગે દોડશે તેની વિગત વાંચવા અહીં ક્લિક કરો.

હજીરા – દીવ વચ્ચે શરૂ થયેલા ક્રૂઝની અંદરની તસવીરો

સુરતથી દીવ અને દીવથી સુરત વચ્ચે શરૂ થયેલ ક્રૂઝ ક્યારે અને કેટલા વાગે દોડશે તેની વિગત વાંચવા અહીં ક્લિક કરો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, experience the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page