પોલીસ સ્ટેશનમાં ભંગારની જેમ પડી છે વિરાટ કોહલીની અઢી કરોડની લક્ઝૂરિયસ કાર

Sports

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તેમની આક્રમક બેટિંગ માટે જાણીતા છે. રન મશીન વિરાટ કોહલી મેદાન પર હંમેશા ખૂબ જ આક્રમક જોવા મળે છે. વિરાટ આ સમયે દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે. ભારતીય કેપ્ટનની ભારે લોકપ્રિયતાને લીધે તેમને ડઝનો બ્રાન્ડના પોસ્ટર બોય બનાવી દીધા છે. યુવા ક્રિકેટર વિરાટ કોહલીને પોતાના રોલ મોડેલ માને છે. ટી-2, વનડે અથવા ટેસ્ટમાં વિરાટ કોહલી અલગ જ અંદાજમાં બેટિંગ કરે છે.

વિરાટ કોહલી પાસે વર્તમાનમાં ઘણી લક્ઝરી કાર છે. કોહલી લક્ઝરી કારના શોખીન છે. તેમની પાસે ઘણી સારી લક્ઝરી કાર છે. કોહલી લાંબા સમયથી ઓડી ઈન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. કોહલી ઓડી ઇન્ડિયાની દરેક નવી કારના લોન્ચિંગ પર ખાસ જોવા મળે છે.

તો વિરાટ કોહલીને દર વખતે ગિફ્ટમાં નવી કાર મળે છે. આ પછી જૂની કારનું શું થાય છે? આ સવાલ ઘણીવાર ફેન્સના મનમાં આવે છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની એક જૂની કાર મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં પડી છે. કોહલીની તે કાર પર પોલીસ સ્ટેશનમાં ધૂળ ચડી ગઈ છે. જોકે, વિરાટ કોહલી પર કોઈ અપરાધ નથી છતાં તેમની કાર પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે.

જ્યારે ઓડી ઇન્ડિયાએ નવું R8 મોડેલ લોન્ચ કર્યું ત્યારે ભારતીય કેપ્ટન દ્વારા ઉપયોગ કરાતાં જૂના મોડેલને વેચવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ષ 2012ની ઓડી R8 હતી. વિરાટ કોહલીની પહેલી ઓડી કાર હતી. વર્ષ 2016માં વિરાટે એક બ્રોકર દ્વારા સાગર ઠક્કર નામના એક વ્યક્તિને પોતાની ઓડી વેચી દીધી હતી.

એક વેબસાઇટના રિપોર્ટ મુજબ સાગર પછી એક ઘોટાળામાં સામેલ હતો. જેના લીધે તેમની કાર પોલીસે જપ્ત કરી લીધી હતી. અત્યારે તે કાર મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે. સાગર ઠક્કરે આ કાર તેની ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં આપવા માટે વિરાટ પાસેથી ખરીદી હતી.

કોલ સેન્ટર ઘોટાળામાં મુંબઈ પોલીસે તેમની સંપત્તિ પર રેડ કરી અને ઓડી R8 કારને જપ્ત કરી લીધી હતી. જોકે, વિરાટે ડોક્યુમેન્ટ્સની કાર્યવાહી ચોક્કસ રીતે પૂરી કરી લીધી હતી. જેના કારણે તેમને કોઈ પ્રકારની હેરાની થઈ નહીં. સાગરે કારને લગભગ 2.5 કરોડ રૂપિયામાં ખરીદી હતી. કાર ખરીદ્યા પછી બે મહિનાની અંદર તેને જપ્ત કરી લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *