Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratસૌરાષ્ટ્રના આ વિસ્તારમાં આજે સવારે માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં આજે સવારે માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

હવામાન વિભાગની આગાહીને પગલે જામનગરના જોડિયા પંથકમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે જોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદી વહી રહી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે, જ્યારે સૂર્યા પંથકમાં હજુ વધુ વરસાદ પડે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે.

જામનગર જિલ્લામાં સપ્તાહ પૂર્વે થયેલી અતિવૃષ્ટિ બાદ ફરી ભારે વરસાદનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે જોડિયા પંથકમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસી જતાં ચોતરફ પાણી પાણી થઇ ગયું છે. જોડિયા સહિત જિલ્લાભરમાં હાલ ભારે વરસાદનો માહોલ અવિરત છે.

જામનગર જિલ્લા પર ફરી મેઘરાજાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગત રાતથી જિલ્લાભરમાં વરસાદી વાદળોનું સામ્રાજ્ય છવાયું હતું, જેને લઈને ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઇ હતી. રાતનો વરસાદી માહોલ, વહેલી સવારે જોડિયા પંથકમાં ભારે વરસાદ રૂપે વરસી પડ્યો હતો, જેમાં સવારે 6થી 8 વાગ્યાના 2 કલાકના ગાળામાં પાંચ ઇંચ વરસાદ પડી જતાં નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.

જોડિયા શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જોડિયા પંથકમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર છે. જોડિયાથી શરૂ થયેલો મેઘાવી માહોલ જિલ્લાભરમાં છવાઈ ગયો છે, જેને લઈને આજે દિવસ દરમિયાન જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે પવન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ગણદેવી તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસતાં વેગણીયા ખાડીનો લો લાઈન પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેથી બીજી તરફ રહેતા 250થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. આ બ્રિજ આ સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો છે.

વાગડના રાપર તાલુકામાં ગઈકાલે સાંજે શરુ થયેલા વરસાદે શહેરમાં સાંજથી રાતના 12 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ પાણી વરસાવી દીધું હતુ. જ્યારે મોડી રાત્રી બાદ તાલુકાના બેલા, મોવાણા વિસ્તારમાં મેઘરાજાએ રાતવાસો કર્યો હોય તેમ વહેલી સવાર સુધીમાં સાત ઇંચ વરસાદ વરસાવી દીધો હતો. સાત ઇંચ વરસાદ ખાબકતા બેલાના તમામ તળાવો ઓવરફ્લો થઇ ગયા હોવાનુ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ભુપતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. નજીકના મોવાણામાં પણ છથી સાત ઇંચ વરસાદ પડ્યાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. આમ પ્રાથળ વિસ્તારમાં ગત રાત્રીથી આજે સવાર સુધી સાંબેલા ધાર વરસાદ પડતાં અનેક નાના મોટા તળાવો ઓગની ગયાં હતાં તો વ્રજવાણી, બાલાસર, દેશલપર,લોદ્રાણી ગઢડા વગેરે વિસ્તારમાં પણ નદી નાળા વહી નીકળ્યા હતાં.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of knowledge and let your imagination fly! ? Don’t just explore, savor the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

  2. I played on this online casino platform and earned a considerable amount of earnings. However, afterward, my mom fell seriously sick, and I required to cash out some funds from my account. Unfortunately, I encountered difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to the online casino. I kindly request your assistance in addressing this concern with the platform. Please assist me in seeking justice, to ensure others won’t face the anguish I’m facing today, and prevent them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page