Thursday, April 11, 2024
Google search engine
HomeNationalઅચાનક જ કોલેજમાં ભણતી યુવતીને આવ્યો આઇડિયા ને બનાવી કરોડોની કંપની

અચાનક જ કોલેજમાં ભણતી યુવતીને આવ્યો આઇડિયા ને બનાવી કરોડોની કંપની

શિલ્પી સિન્હા ઝારખંડના રાંચીનના ડેલ્ટોનગંજની રહેવાસી છે. તેની ઉંમર માત્ર 27 વર્ષ છે. આ છોકરીને 8-9 વર્ષ પહેલાં ગજબનો આઈડિયા આવ્યો હતો. આ પછી તેણે ઊભી કરી દીધી ખુદની કંપની. ઘણાં લોકોની લાઇફમાં 21 વર્ષની ઉંમરમાં મોજ મસ્તીનો સમય હોય છે. પણ આ છોકરીએ જિંદગીને એન્જોય કરતાં કરતાં પોતાનો બિઝનેસ પ્લાન કર્યો હતો. પછી 25 વર્ષની ઉંમરમાં શિલ્પીએ ‘ધ મિલ્ક ઇન્ડિયા કંપની’ની સ્પાથપના કરી હતી. બે વર્ષમાં શિલ્પીની આ કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર લગભગ 2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આ કંપની ગાયનું શુદ્ધ ઘી લોકો સુધી પહોંચાડે છે. અત્યારે તેમનું સ્ટાર્ટઅપ બેંગલોરમાં સ્થિત સરજાપુરના 10 કિમીના એરિયામાં 62 રૂપિયા પ્રતિ લીટરની કિંમત પર આપે છે. શિલ્પી 2012માં હાયર એજ્યુકેશન માટે બેંગ્લોર આવી હતી. હવે તે ત્યાં જ રહે છે. તેણે જણાવ્યું કે, ત્યાં ગાયનું શુદ્ધ ઘી મળતું નથી. જેમ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા એટલે કે, (FSSAI)ના સર્વેમાં વાત સામે આવી હતી કે, અમારા દેશમાં દર ત્રણમાંથી બે લોકો મિશ્રિત દૂધ પીવે છે. તેમને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ પછી તેમણે લોકોને શુદ્ધ ઘી આપવાનું નક્કી કર્યું. તો અમે તમને જણાવીએ શિલ્પીની સક્સેસ કહાણી.

શિલ્પાનું કહેવું છે કે, તે ઝારખંડના ડેલ્ટોનગંજની રહેવાસી છે. તે બેંગલોરમાં લગભગ 20 ટકા નાનું છે. શિલ્પી પોતાના ઘરમાં દિવસની શરૂઆત એક કપ દૂધથી કરે છે. પણ બેંગ્લોરમાં તેમને શુદ્ધ દૂધ માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

શુદ્ધ દૂધની સમસ્યાને લીધે શિલ્પીએ ખુદનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું. આ રીતે વર્ષ 2018માં ‘ધ મિલ્ક ઇન્ડિયા કંપની’ની શરૂઆત કરી હતી. આ કંપનીનું ફોકસ 1થી 8 વર્ષના બાળકોને ગાયનું દૂઘ આપવાનું છે. જોકે, ગાયનું દૂધ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યા પહેલાં શિલ્પી કર્ણાટક અને તામિલનાડુના 21 ગામમાં ફરી હતી. ત્યાં તેણે ખેડૂતો સાથે વાત કરી. તેમણે પોતાના સ્ટાર્ટઅપ વિશે જણાવ્યું. આ રીતે તેમણે ખેડૂતોને પોતાની સાથે જોડ્યા હતાં. જોકે, આ બધુ સરળ નહોતું. શિલ્પીએ જણાવ્યું કે, તેમણે સ્થાનિક ખેડૂતો સાથે વાત કરવામાં તકલીફ થતી હતી. કેમ કે, તેમને કન્નડ અથવા તમિલ ભાષા આવડતી નહોતી. પણ તેમને હિંમત હારી નહીં. તે જ્યારે પણ ગામમાં જતી ત્યારે એક અલગ જ વેશભૂષા અપનાવતી હતી.

શિલ્પીએ જણાવ્યું કે, ગામોમાં વિઝિટ દરમિયાન તેમણે જોયું કે ખેડૂત પોતાની ગાયોને ચારો ખવડાવવાની જગ્યાએ રેસ્ટોરાંનું વધેલું ફૂડ ખવડાવતા હતાં. તેમણે ખેડૂતોને ગાયોની સારસંભાળની રીત શીખવાડી હતી.

શિલ્પીએ જણાવ્યું કે, શરૂઆતમાં તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમને કામ કરનારા મળતાં નહોતાં. એટલે તે ખુદ રાતે 3 વાગ્યે ડેરી પર જતાં હતાં. પોતાની સુરક્ષા માટે ચાકૂ અને મરચાનો સ્પ્રે પણ રાખતા હતાં. છેલ્લાં 3 વર્ષથી પોતાના પરિવારથી દૂર શિલ્પી કહે છે કે, પોતાનાથી દૂર રહેવું ભાવુક કરે છે, પણ તેમને ખુશી છે કે, તેમનું સ્ટાર્ટઅપ સક્સેસ થઈ ગયું છે. આજે શિલ્પી 50 ખેડૂતો અને 14 મજૂરોનું નેટવર્ક સંભાળી રહી છે. પોતાના કર્મચારીઓને શિલ્પી મિની ફાઉન્ડર્સ કહે છે.

શિલ્પીએ જણાવ્યું છે કે, માત્ર માઉથ પબ્લિસિટીના દમ પર તેમના સ્ટાર્ટઅપથી 500થી વધુ ગ્રાહક જોડાઈ ગયા છે. શિલ્પી ખુશ છે કે, તે એવી માના આશીર્વાદ લઈ રહી છે જેમના બાળકોને શુદ્ધ દૂધ મળતું નથી.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I engaged on this online casino site and managed a considerable cash, but later, my mom fell ill, and I wanted to take out some earnings from my account. Unfortunately, I experienced problems and was unable to finalize the cashout. Tragically, my mother died due to the casino site. I implore for your help in reporting this site. Please support me to achieve justice, so that others won’t have to face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ????

  2. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #MindBlown ? into this thrilling experience of discovery and let your thoughts fly! ✨ Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page