Friday, April 12, 2024
Google search engine
HomeGujarat22 અનાથ દીકરીઓના રોયલ લગ્ન, લાડલીઓનું શાનદાર ફુલેકું નીકળ્યું, બલૂનથી પુષ્પ વર્ષા...

22 અનાથ દીકરીઓના રોયલ લગ્ન, લાડલીઓનું શાનદાર ફુલેકું નીકળ્યું, બલૂનથી પુષ્પ વર્ષા કરાઈ

રાજકોટમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આજ રોજ સતત ચોથા વર્ષે વહાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 22 દીકરી એકસાથે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. જે 22 દીકરીઓના લગ્ન યોજાયા હતા તેમાં કોઇએ માતા-પિતા તો કોઇએ પિતાની છત્રછાયા ગુમાવી છે. છત્રછાયા ભલે ગુમાવી હોય પરંતુદીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સૌ કાર્યકર્તાઓ પોતાની નાની બહેન કે દીકરી પરણતી હોય તે રીતે ઉત્સાહભેર આ વહાલુડીના વિવાહમાં જોડાયા હતા. 22 દીકરીઓના રાજકુંવરીની જેમ શાહી લગ્ન યોજાયા હતા.

સમગ્ર લગ્નોત્સવનું આકર્ષણ દીકરીઓનું કરવામાં આવેલું પૂજન રહ્યું હતું. લગ્નોત્સવના પ્રારંભે ભવ્ય પ્રોસેશન, ઘોડી, વિન્ટેજ કાર, પાંચ બગીઓ, બેન્ડવાજા, ઢોલ, નગારા, આકર્ષક રંગોળીઓ વગેરેએ પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા હતા.

દીકરીઓને કરિયાવરમાં 225 વસ્તુઓ આપવામાં આવી
સામાન્ય રીતે એક પિતા દીકરીને તેમના લગ્ન સમયે ઘર વખરીની તમામ નાનામાં નાની વસ્તુથી લઇ સોના-ચાંદીના ઘરેણાં પહેરવા કપડાં અને બેડ તેમજ કબાટ આપે એ જ રીતે વહાલુડીનાં વિવાહમાં 22 દીકરીઓને 225 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. સામાન્ય દીકરીની જેમ જ દીકરીના રાસ ગરબા અને ફૂલેકુ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંચત આણુ જોવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

દીકરીઓનું પૂજન કર્યું
જેમ કોઈ કરોડપતિ પરિવારની દીકરી પરણતી હોય તે જ રીતે વહાલુડીના વિવાહ યોજાયો હતો. દાતાઓ અને કન્યાદાન કરનાર દંપતી તેમજ સંસ્થાના આગેવાનો દ્વારા દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ખાસ લગ્ન મંડપમાં દીકરીઓનું સ્વાગત પણ કોલ્ડ ફાયર અને બલૂન મારફતે ફૂલથી કરવામાં આવ્યું હતું.

સમગ્ર પ્રસંગમાં લગ્નગીતોની રમઝટ બોલાઇ હતી. વિદ્વાન શાસ્ત્રીજીઓ દ્વારા લગ્નોત્સવમાં વિધિ કરવામાં આવી હતી. 60 બાય 25 ફૂટનું મહેમાનો માટે અદ્દભૂત અને આકર્ષક સ્ટેજ બનાવવામાં આવેલ હતું.

22 દીકરીઓની લગ્ન મંડપમાં શાનદાર એન્ટ્રીથી આમંત્રિતો ભાવવિભોર બન્યા હતા.સમગ્ર આયોજનમાં અલગ અલગ સેલ્ફી પોઇન્ટ ઉભા કરાયા હતા. કાઠીયાવાડી કસુંબોની આમંત્રિતોએ મોજ માણી હતી. લગ્નોત્સવ સમારોહમાં દરેક દીકરીઓના અલગ અલગ આકર્ષક મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 22 દીકરીઓને વરચ્યુઅલ આશીર્વાદ પાઠવ્યા.

અત્યાર સુધીમાં સંસ્થાએ 88 દીકરીઓને પરણાવી
આયોજક મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આમ તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતા આજના દિવસે સતત ચોથા વર્ષે જે આયોજન કર્યું છે તે એટલા માટે કે વહાલુડીના વિવાહ કાર્યક્રમ અમારા સૌનો પ્રિય કાર્યક્રમ છે. અત્યાર સુધી કુલ 88 દીકરીઓ કે જેમને માતા-પિતા બંને હયાત નથી અથવા તો પિતા હયાત નથી તેવી દીકરીઓને પરણાવી છે. આજે વધુ 22 દીકરીઓનો લગ્નોત્સવ યોજાઇ રહ્યા છે. ત્યારે 171 કાર્યકર્તાની દોઢ મહિનાની મહેનત બાદ વહાલુડીના વિવાહ શરૂ થતા અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

8 COMMENTS

  1. I played on this casino platform and succeeded a significant amount, but eventually, my mother fell sick, and I required to take out some funds from my casino account. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mother died due to this casino site. I plead for your assistance in bringing attention to this site. Please support me to obtain justice, so that others do not experience the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this thrilling experience of knowledge and let your imagination roam! ✨ Don’t just explore, immerse yourself in the excitement! ? Your brain will thank you for this exciting journey through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page