Thursday, April 11, 2024
Google search engine
HomeNationalઝારખંડ ચૂંટણીમાં ભાજપને પછાડી JMMના પ્રમુખ હેમંત સોરેન બન્યા Hero? આવી છે...

ઝારખંડ ચૂંટણીમાં ભાજપને પછાડી JMMના પ્રમુખ હેમંત સોરેન બન્યા Hero? આવી છે લાઈફ સ્ટાઈલ

ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં JMM-30, કોંગ્રેસ-16 અને ભાજપ-25 બેઠકો મળી હતી. એટલે કે, ઝારખંડમાં જેમએએમ અને કોંગ્રેસ મહાગઠબંધનો વિજય થયો છે. મહત્વની વાત સામે આવી છે કે, જેએમએમના હીરો હેમંત સોરેન 28 તારીખે મુખ્યમંત્રી પદના શપથ લે તેવી શક્યતા છે. જોકે આ પહેલા અમે તમને બતાવીશું કે, ઝારખંડના હેમંત સોરેન વિશે કેટલીક અજાણી વાતો અને તસવીરો….

JMM એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી. હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ છે. હેમંત સોરેન ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનના પુત્ર છે જ્યારે હેમંત સોરેનનો જન્મ 1975માં ઝારખંડમાં જ થયો હતો. હાલ હેમંત સોરેનની ઉંમર 44 વર્ષ છે જ્યારે આ પહેલા પણ હેમંત સોરેન એકવાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. JMMના નેતા હેમંત સોરેને તેમનો અભ્યાસ પટનાની હાઈસ્કૂલમાં કર્યો હતો. આ ઉપરાંત રાંચીની એન્જિનિયરીંગ કોલેજમાં તેમણે એડમિશન લીધું હતું જોકે કોઈ કારણોસર એન્જિનિયરિંગ પૂરું કરી શક્યા નહતાં.

ત્યાર બાદ પિતા સાથે મળીને હેમંત સોરેને ઝારખંડ મુક્તિ મોરચાની જવાબદારી સંભાળી હતી. જૂન 2009થી જાન્યુઆરી 2010 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે અને જુલાઈ 2013થી ડિસેમ્બર 2014 સુધી ઝારખંડના મુખ્યમંત્રી તરીકે પદભાર પણ સંભાળી ચૂક્યા છે.

2009ની વિધાનસભાની ચૂંટણીમાં હેમંત સોરેન દુમકા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. જ્યારે 2014ની ચૂંટણીમાં બરહેટથી ચૂંટાયા હતા. જોકે, બીજી બેઠક દુમકા પરથી તેમને લુઈસ મરાંડી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 2019માં વિધાનસભાની ચૂંટણીમાં તેમણે બંને બેઠકો પરથી ઝંપલાવ્યું હતું.

તેમના પરિવારમાં પત્ની જેમનું નામ કલ્પના સોરેન છે. માતાનું નામ રૂપી સોરેન છે. હેમંત અને કલ્પનાને બે પુત્રો પણ છે. હેમંત સોરેનને એક બહેન પણ છે. હેમંત સોરેન ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનના પુત્ર છે જ્યારે હેમંત સોરેનનો જન્મ 1975માં ઝારખંડમાં જ થયો હતો.
હાલ હેમંત સોરેનની ઉંમર 44 વર્ષ છે જ્યારે આ પહેલા પણ હેમંત સોરેન એકવાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #AdventureAwaits Embark into this cosmic journey of discovery and let your imagination roam! ? Don’t just explore, immerse yourself in the thrill! ? Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page