Thursday, April 18, 2024
Google search engine
HomeNational200 વર્ષ પહેલા થયો હતો લોહિયાળ જંગ, આઝાદી બાદ પણ સુધર્યાં નહોતા...

200 વર્ષ પહેલા થયો હતો લોહિયાળ જંગ, આઝાદી બાદ પણ સુધર્યાં નહોતા આ ગામો વચ્ચેના સંબંધો પણ…

શિમલાઃ એક લગ્નને કારણે 200 વર્ષથી ચાલતી 2 ગામો વચ્ચેની ક્ષત્રુતાનો અંત આવ્યો હતો. આ કોઈ ફિલ્મની કહાણી નહીં પણ વાસ્તવિકતા છે. હિમાચલ પ્રદેશના શિમલા જીલ્લાના રોહડૂના 2 ગામ વચ્ચે 200 વર્ષથી ચાલી રહેલા ખરાબ સંબંધો એક લગ્નને કારણે સુધર્યા હતા. પરંપરાગત પહાડી ગીત બનાવતા ચિરાગ જ્યોતિ મજટાએ 22 જુલાઈએ પોતાની મિત્ર વિદુષી સુંટા સાથે લગ્ન કર્યા હતા.

રોહડૂનું કરાસા ગામ ચિરાગનું પિતૃક ગામ છે. જ્યારે વિદુષી રોહડૂના નાવરના ખલાવન સાથે સંબંધ ધરાવે છે. કરાસા અને નાવર ખલાવન વચ્ચેના સંબંધો 200 વર્ષથી સારા નહોતા. સ્થિતિ એ હતી કે, બંને ગામના લોકો એકબીજા સાથે કોઈ સંબંધ રાખતા નહોતા.

ચિરાગ અને વિદુષીના લગ્નથી બંને ગામો વચ્ચેની ક્ષત્રુતાનો અંત આવ્યો હતો. તેમના લગ્નને કારણે વર્ષોથી બગડેલા સંબંધો સુધર્યા હતા. વિસ્તારના લોકો એવી આશા રાખે છે કે, હવે બંને ગામ વચ્ચે સંબંધ અને વર્તન સામાન્ય જોવા મળશે.

ચિરાગ હાઈકોર્ટમાં એડવોકેટ છે અને વિદુષી બેંગલુરુ અને ચંદીગઢની જાણીતી કંપનીઓમાં એચઆર એક્ઝિક્યૂટીવ રહી ચૂકી છે. છેલ્લા 5 વર્ષથી ચિરાગ અને વિદુષી એકબીજાના મિત્રો છે. ચિરાગે ગાયેલા ગીત ‘જોઉટા બઢાલ’, ‘દૂંદી’ અને ‘રાજા ભગત ચંદ’ જેવા ગીત ઘણા લોકપ્રિય થયા છે.

રોહડૂના આ ગામો વચ્ચે 200 વર્ષ અગાઉ લોહિયાળ સંઘર્ષ થયો હતો. તે સમયે રાજાઓનું રાજ ચાલતું હતું. આ લોહિયાળ સંઘર્ષમાં બંને ગામના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેના કારણે બંને ગામ વચ્ચેના સંબંધો તૂટી ગયા હતા.

આઝાદી બાદ પણ બંને ગામો વચ્ચેના સંબંધો સુધર્યા નહોતા. જોકે ચિરાગ અને વિદુષીના લગ્નને કારણે બંને ગામની ક્ષત્રુતાનો અંત આવ્યો છે. બંને ગામે સોહાર્દનો નવો અધ્યાય શરૂ કર્યો છે, જેની આસપાસના ગામના લોકો પ્રશંસા કરી રહ્યાં છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of discovery and let your imagination fly! ? Don’t just enjoy, savor the excitement! ? ? will be grateful for this thrilling joyride through the realms of awe! ✨

  2. I played on this online casino site and succeeded a considerable cash, but eventually, my mother fell sick, and I required to cash out some funds from my account. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom died due to such casino site. I request for your support in lodging a complaint against this site. Please support me in seeking justice, so that others won’t face the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page