Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightસાસુએ વિધવા પુત્રવધૂને કહ્યું-ભાગીને લગ્ન કરી લે, પુત્રવધૂએ કહ્યું- ના મમ્મી-પપ્પાની ઈજ્જત...

સાસુએ વિધવા પુત્રવધૂને કહ્યું-ભાગીને લગ્ન કરી લે, પુત્રવધૂએ કહ્યું- ના મમ્મી-પપ્પાની ઈજ્જત જાય

રાજકોટ : હાલ રાજકોટમાં સમાજ માટે પ્રેરણાદાયક કિસ્સો જોવા મળ્યો છે. પુત્રનું મોત થયા બાદ સાસુ અને સસરાએ માતા-પિતા બનીને પુત્રવધૂનું કન્યાદાન કર્યું હતું. આ જોઈને પુત્રવધૂનાં માતા-પિતા પણ નથી ત્યારે સાસરિયાંએ જ માતા-પિતા બની લગ્ન કરાવ્યાં હતાં. આ જોઈને સમાજના દરેક લોકો ખુશ થઈ ગયા હતાં. વિદાય વખતે સાસુ-સસરાએ ધ્રુસકે-ધ્રુસકે રડતાં કહ્યું હતું કે, તમામ લોકો વહુને દીકરીને જેમ જ રાખે.

રાજકોટના ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે અક્ષરનગર શેરી નંબર 5માં રહેતા ધીરુભાઈ જાદવભાઈ જેઠવા મોચીનું કામ કરીને ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર મુકેશભાઈ એક કારખાનામાં કામ કરતો હતો. અંદાજે 9 વર્ષ પહેલાં મહારાષ્ટ્ર ખાતે રહેતા મુકેશભાઈના મોચી પરિવારની પુત્રી જયા સાથે લગ્ન થયા હતા પરંતુ ગત જાન્યુઆરી મહિનામાં હાર્ટ-અટેકથી પુત્રનું મોત થયું હતું.

મુકેશભાઈ અને જયાબેનને લગ્ન સંસાર દરમિયાન એક પુત્ર અને એક પુત્રી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મુકેશભાઈનું હાર્ટ-અટેકને કારણે નિધન થયું હતું. ઘરના આધારસ્તંભ યુવાન પુત્રનું નિધન થતાં અને બન્ને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી જેને લઈને મોચી પરિવાર પર આભ તુટી પડ્યું હતું અને પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પતિના નિધનથી 28 વર્ષના જયાબેનની જે સ્થિતિ થઈ હતી એ જોઈને પરિવાર વધુ દુ:ખી થતો હતો અને મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. જેને કારણે જયાબેનના બીજા લગ્ન કરાવી દેવા ખુદ સાસુ અને સસરાએ જ્ઞાતિમાં જ સારો પરિવાર શોધવાનું શરૂ કર્યું હતું.

મહત્વની વાત એ છે કે, અમદાવાદના ઠક્કર બાપાનગરમાં રહેતા અને મોચી કામ સાથે સિલાઈકામ પણ કરતાં પરેશભાઈ મગનભાઈ વાઢેરનો પરિચય થયો હતો. સગાં-સંબંધીઓ વચ્ચે લગ્ન બાબતે ચર્ચા થઈ હતી અને સાસુ-સસરાએ કન્યાદાન કરી પુત્રવધૂના બીજા લગ્ન કરાવ્યા હતાં. રાજકોટ કોર્ટ ખાતે પરેશભાઈ અને જયાબેનના લગ્ન રજિસ્ટર થયા હતા અને ફૂલહાર વગેરે વિધિ સાથે દંપતીએ નવા જીવનની શરૂઆત કરી હતી.

સાસુ ધ્રુસકે ધ્રુસકે રડતાં-રડતાં કહ્યું હતું કે, મારા દીકરા અને પુત્રવધૂએ મને ક્યારેય હેરાન નથી કર્યાં. સાજા-માંદા હોઈએ ત્યારે મારો પુત્ર મને ખંભા પર બેસાડી હોસ્પિટલ લઈ જતો હતો. મારે કિડનીની બીમારી હોવાથી મને સાજી કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરતો રહ્યો છે. મારો નોધારાનો આધાર જતો રહ્યો છે. હવે તો મે મારી દીકરી (પુત્રવધૂ)ને પણ વિદાય કરી દીધી છે.

સાસુએ જણાવ્યું હતું કે, મારી વહુને મેં ત્યાં સુધી કહ્યું હતું કે બેટા, તું ભાગીને લગ્ન કરી લે ગમે ત્યાં, પરંતુ મારી વહુએ કહ્યું કે, ના મમ્મી, હું તમારી સાથે 15 વર્ષ રહી છું અને હવે આવું કરું તો મારાં માતા-પિતાની ઈજ્જત જાય. ત્યાર બાદ અમે અમદાવાદ ગયા હતા અને જ્ઞાતિનો જ છોકરો બતાવ્યો હતો. તે લોકો પણ અહીં આવ્યા હતાં અને બધું જોયું-જાણ્યું હતું ત્યાર બાદ તેઓ મંગળવારે આવ્યા અને લગ્ન કરાવ્યા હતાં. મેં કોઈ દિવસ મારી વહુને દુઃખ આપ્યું નથી. તેણે જે વસ્તુ પર હાથ મૂક્યો એ વસ્તુ લઈ આપી છે. ઘરમાં જેટલો સામાન હતો એ મેં ખુદ હાથે પેક કર્યો હતો. મારી દીકરીનો સામાન જે આવ્યો છે એ પણ આપી દીધો છે.

ધીરુભાઇએ જણાવ્યું હતું કે, મેં દીકરીની જેમ જ મારી પુત્રવધૂને રાખી છે. હું બધાંને કહું છું કે, તમે પણ વહુને દીકરીની જેમ રાખજો. મારા પુત્રનું અવસાન થતાં અમે નક્કી કર્યું કે સારી જગ્યાએ ઠેકાણું જોઇ પુત્રવધૂના લગ્ન કરાવી દઈએ, આથી અમારી પુત્રવધૂ પણ સુખી-શાંતિથી રહી શકે. મારી પુત્રવધૂ ઘરકામ કરવા જતી ત્યારે મને દયા આવી અને કહ્યું કે બેટા, તું બીજું ઘર કરી લે, પરંતુ તે ના પાડતી હતી, આથી મેં ઘરકામ મુકાવી સારી જગ્યાએ ઠેકાણું ગોતી લગ્ન કરાવ્યા છે. બીજા લોકોને પણ સલાહ આપું છું કે વહુને દીકરીની જેમ જ રાખજો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Dive into this exciting adventure of discovery and let your mind roam! ? Don’t just enjoy, savor the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?

  2. I participated on this casino platform and managed a significant cash, but after some time, my mother fell sick, and I required to take out some earnings from my account. Unfortunately, I experienced issues and was unable to withdraw the funds. Tragically, my mom died due to this gambling platform. I request for your assistance in lodging a complaint against this site. Please assist me to obtain justice, so that others won’t have to undergo the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page