Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

અમદાવાદ : ગુજરાતમાં આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેનાં કારણે આગામી 19થી 26 સપ્ટેમ્બર સુધી અમદાવાદ સહિત ગુજરાતમાં ફરીથી સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે આ અંગે જણાવતા કહ્યું હતું કે, અત્યારે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુરુવારે એટલે આવતીકાલે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે શુક્રવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે શનિવારે વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ સંભાવનાઓ જોવા મળેલી છે. બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સીસ્ટમ સક્રીય થવાને કારણે આ સિસ્ટમ 19થી 20 સપ્ટેમ્બરે મુંબઈ અને દક્ષિણ ગુજરાતની આસપાસ પહોંચશે. જેથી 18-19 સપ્ટેમ્બરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ 19થી 26 સપ્ટેમ્બર અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે.

બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની નબળી સીસ્ટમ સક્રીય થશે. જે આગળ વધીને 19-20 સપ્ટેમ્બરે મુંબઈ-દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે અને ફરીથી રિ-ડેવલપ થઇને મજબૂત બનશે. મોન્સૂન ટ્રફ ગુજરાત તરફ નીચો આવશે જેની અસર 26થી 27 સપ્ટેમ્બર સુધી રહેશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? Dive into this thrilling experience of imagination and let your mind soar! ✨ Don’t just read, savor the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page