હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં મામાએ ઘરેણા તમામ કઢાવી નાખ્યા, મામા સામે ભાણી જંગે ચડી
કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં સંબંધો પર કલંક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા કોરોનાને કારણે એક મહિલાનું મોત થયું હતું. હવે આક્ષેપ છે કે તેના ભાઈએ 12 લાખ રૂપિયાના ઘરેણા તથા રોકડ રકમ આંચકી લીધી છે. હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં બહેને આ રકમ ને ઘરેણાં ભાઈને આપ્યા હતા.
કહેવાય છે કે કોરોનાને કારણે જે મહિલાનું મોત થયું, તે મુંબઈથી કાનપુર કોઈ કામ અર્થે આવી હતી. મૃતક મહિલાના બાળકોએ પોતાના મામા વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બાળકોનું કહેવં છે કે જ્યાં સુધી તેમના મામાને સજા નહીં મળે, ત્યાં સુધી તેઓ અહીંથી જશે નહીં.
મૃતક મહિલાની દીકરીએ મામા પર આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં દાખળ થતાં પહેલાં મામાએ ઘરેણા તમામ કઢાવી નાખ્યા હતા અને થોડાં સમય બાદ મતાાનું કોરનાને કારણે અવસાન થયું હતું. ત્યારબાદ તેમણે ઘરેણાં તથા રૂપિયા માગ્યા તો મામાએ કોઈ જવાબ આપ્યો નહીં. પછી તેમણે અંતે ત્રાસીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું. જે મામાના ખોળામાં રમ્યા, આજે તેમની વિરુદ્ધ ફરિયાદ કરતાં ઘણું જ દુઃખ થયું હતું.
કાનપુરની હોટલમાં રોકાયેલી ભાણીએ મામાને સજા અપાવવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું હતું કે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેના મામા આવા લાલચી હશે. મૃતક મહિલા દીકરી તથા પતિ સાથે મુંબઈના મીરા રોડ પર રહેતી હતી. કાનપુરના કલ્યાણપુરમાં તેનું પિયર હતું.
ભાણીએ કહ્યું હતું કે તેની માતા મામા અજય સાથે 25 એપ્રિલે આવી હતી. અહીંયા તેને કોરોના થઈ ગયો હતો. કંટ્રોલ રૂમની એમબ્યુલન્સથી તેમને ઉર્સલા જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યારે તેની માતા હોસ્પિટલ જવા લાગી ત્યારે મામા અજયે તમામ ઘરેણા તથા પૈસા લઈ લીધા હતા.
જ્યારે તેને માતાની બીમારી અંગે ખબર પડી તો તે તાત્કાલિક મુંબઈથી કાનપુર ફ્લાઈટમાં આવી હતી. અહીંયા હોટલમાં રોકાઈને તે માતાનું ધ્યાન રાખતી હતી. જોકે, પાંચ મેના રોજ તેની માતાનું હોસ્પિટલમાં કોરોનાને કારણે નિધન થયું હતું. બહેનનું મોત થતાં જ ભાઈની દાનત બગડી હતી. માતાના અંતિમ સંસ્કાર બાદ જ્યારે મૃતકની દીકરી આરિકાએ પૈસા તથા ઘરેણા મામા પાસે માગ્યા તો મામાએ ધમકી આપીને કંઈ પણ આપવાની ના પાડી દીધી હતી. અહીંયા આરિકાએ મામાને બે હાથ જોડીને વિનંતી કરી હતી કે પૈસા લઈ લો પરંતુ માતાના ઘરેણા આપી દો. તે માતાની છેલ્લી નિશાની છે. જોકે, મામાએ કંઈ પણ આપવાની ના પાડી દીધી હતી.
કહેવાય છે કે મૃતક મહિલા પાસે 2 લાખ રૂપિયા રોકડા તથા 12 લાખના ઘરેણા હતા. ભાણીએ મામા તથા તેના પરિવાર વિરુદ્ધ કેસ કર્યો છે. હવે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં આ કેસ સોલ્વ થઈ જશે.