Sunday, April 14, 2024
Google search engine
HomeRecipeગૌરી વ્રતમાં બનાવો ફરાળી માવાના માલપુઆ

ગૌરી વ્રતમાં બનાવો ફરાળી માવાના માલપુઆ

અમદાવાદઃ 12 જુલાઈથી ગૌરી વ્રત શરૂ થઈ રહ્યાં છે. ફરાળમાં માવા માલપુઆ બનાવીને દીકરીઓને કરી દો ખુશ. તો ચાલો આજે શીખીએ ફરાળી માવા માલપુઆ.

સામ્રગીઃ
3/4 કપ માવો
1/2 કપ શિંગોડાનો લોટ
1 કપ ખાંડ
1 કપ દૂધ
10-12 પિસ્તા
6-7 એલચી
ઘી

ચાસણી બનાવવાની રીતઃ
1. એક કઢાઈ કે તપેલીમાં અડધો કપ પાણી તથા ખાંડ નાખો. બરોબર ઉકાળો. એક ઊભરો આવી ત્યારબાદ ચાસણીના 1-2 ટીપાં પ્લેટ પર નાખો. આંગળી તથા અંગૂઠાની વચ્ચે લઈને જુઓ, એક તારની ચાસણી બનીને તૈયાર થઈ છે. ચાસણીમાં થોડો એલચી પાવડર નાખો અને ગેસ બંધ કરી દો. ચાસણીને થોડી ઠંડી થવા દો.

માલપુઆ બનાવવાની રીતઃ

1. તપેલીમાં માવો, શિંગોડાનો લોટ તથા દૂધ નાખીને બરોબર મિક્સ કરો. ઢાંકીને 15-20 મિનિટ માટે રહેવો દો.
2. પિસ્તા કાપીને તૈયાર કરો અને એલચી ખાંડી લો.
3. 15-20 મિનિટ થઈ ગયા બાદ મધ્યમ આંચ પર તવી મૂકો.
4. કઢાઈમાં ઘી ગરમ કરો.
5. મધ્યમ આંચ પર ઘી ગરમ થાય એટલે એક ચમચો મિશ્રણ નાખો. આમાં માલપુઆ તળો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગનો તળો.
6. આ રીતે તમામ માલપુઆ તળી લો.
7. તમામ માલપુઆ તળાઈ જાય એટલે ચાસણીમાં નાખો.
8. જ્યારે જમવા બેસો ત્યારે ચાસણીમાંથી નીકાળીને ઉપર બારીક પીસેલા પિસ્તા નાખો.
9. તૈયાર છે એકદમ ટેસ્ટી માવા માલપુઆ.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! ? Dive into this exciting adventure of discovery and let your mind soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page