સૌરાષ્ટ્રના ખેડૂતોએ દીપડાથી બચવા ખેતરોમાં બનાવ્યા પાંજરા

Featured Gujarat

અમરેલી: સૌરાષ્ટ્રના 5 તાલુકાઓમાં છેલ્લા એક વર્ષમાં દીપડાએ 17 લોકોના જીવ લીધા હોવાનો વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ દાવો કર્યો છે. ત્યારે વધુ એક દીપડાએ બગસરાની સીમમાં મજૂરી કરતા રાજસ્થાની ખેતમજૂરનો ભોગા લીધો હતો. આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે રાજ્યના જૂનાગઢ, ગીરસોમનાથ પંથકના ખેડૂતો દીપડાના ભય હેઠળ પાંજરામાં ખાવા-પીવા અને આરામ કરવા મજબૂર થયા છે.

સિંહ અને દીપડાના હુમલા વચ્ચે ખેડૂતો પાંજરામાં ભોજન અને આરામ કરવા માટે મજબૂર થયા છે. ખેડૂતો ટોળામાં બહાર નીકળે છે તો વાડીએ પાંજરે પુરાયેલા રહે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

એક ખેડૂતે જણાવ્યું હતું કે, અમે વન્ય પ્રાણીઓના ત્રાસના કારણે પાંજરા તૈયાર કર્યાં છે. જૂનાગઢના લુવારસાવ, ઇવનગર સહિતના પંથકમાં ખેડૂતોએ પાંજરા મૂક્યા છે. પાંચ વર્ષ પહેલાં આવી સ્થિતી નહોતી. દીપડાની સંખ્યા બહુ જ વધી ગઈ છે જેના કારણે અમારે પાંજરાના સહારો લેવો પડે છે જેના કારણે અમારી જીવ બચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *