Tuesday, April 23, 2024
Google search engine
HomeGujaratહવામાન વિભાગની મોટી આગાહી: આગામી 4 દિવસ અમદાવાદમાં મનમુકીને વરસાદ તુટી પડશે

હવામાન વિભાગની મોટી આગાહી: આગામી 4 દિવસ અમદાવાદમાં મનમુકીને વરસાદ તુટી પડશે

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસના વિરામ બાદ ચોમાસાએ ફરી એકવાર જમાવટ કરી છે. સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સુરત, અમદાવાદ, વડોદરા, ગીર સોમનાથમાં આગામી દિવસ ધોધમાર વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે એટલે રવિવારે નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

આવતીકાલે એટલે કે સોમવારે નવસારી, વલસાડ, તાપી, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂચમાં વરસાદ પડી શકે છે. મહત્વની વાત એ છે કે, ઉપર બતાવવામાં આવેલા જિલ્લાઓમાંથી ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

નોંધનીય છે કે, મંગળવારે સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહિસાગર, નર્મદા, ભરૂચ, પોરબંદર, અમરેલી, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ આગામી 21 જુલાઈ સુધી અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.

લાંબા વિરામ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના મંડાણ થઈ ચૂકતા ચારેબાજુ હર્ષની લાગણી છવાઈ ગઈ છે. આવતાં આઠથી દસ દિવસ સતત વરસાદને લીધે ગુજરાત આખું વરસાદથી છલોછલ થઇ જાય તેવી સંભાવના છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your imagination roam! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page