Friday, April 12, 2024
Google search engine
HomeGujaratમકરસંક્રાતિના દિવસે જ ડબર મર્ડર, ફાયરિંગની સાથે તલવારો ઉડી, જોત જોતામાં બેનાં...

મકરસંક્રાતિના દિવસે જ ડબર મર્ડર, ફાયરિંગની સાથે તલવારો ઉડી, જોત જોતામાં બેનાં મોત

પોરબંદરમાં મકરસંક્રાતિનો દિવસ રક્તરંજિત બન્યો હતો. બે જૂથ વચ્ચેની અથડામણમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ચૂંટણીના મનદુ:ખના કારણે સુધરાઇ સભ્ય સહિત 11 શખ્સોએ રિવોલ્વર અને પિસ્તોલમાંથી ફાયરિંગ કરી તલવાર અને ધોકાથી હુમલો કરી બે યુવાનની સરા જાહેર હત્યા કર્યાની ઘટનાથી નાસભાગ મચી ગઇ હતી. ડબર મર્ડરથી પોરબંદરમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ફરી અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આરોપ મૂક્યો છે કે ભાજપની ગેંગે હથિયારોથી હુમલો કરી કોંગ્રેસના કાર્યકરોની હત્યા કરી છે.

પોરબંદરના ઇન્દીરાનગર વાછરાદાદાના મંદિર પાછળ રહેતા વનરાજ પરબતભાઇ કેશવાલા નામના 36 વર્ષીય યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ મકરસંક્રાંતિની સાંજે 8 વાગ્યે આ યુવાન પોતાની ઓફીસે હતો ત્યારે ઇન્દિરાનગરમાં રહેતો હાજા લખમણ ઓડેદરાએ મોબાઇલ ફોનમાં ફોન કરી વનરાજને ગાળો આપવા લાગેલ અને કહેલ કે, તારો ભાઇ રાજ અમારા માણસ નિલેષ ભીમા ઓડેદરાને ગાળો બોલેલ છે તો તમારે ઝગડો કરવો હોય તો અમો તૈયાર છીએ તું કયા છે તે મને જણાવ.

વનરાજે પોતાની કાર લઇ બિરલા કોલોની ગયેલ અને ત્યાથી રાજ તથા મિત્ર પ્રકાશ પદુભાઇ જુંગી, કલ્પેશ કાનજીભાઇ ભુતીયા તથા રાજનો સાળો નિરૂ સહિતનાને કારમાં બેસાડેલ. આ દરમ્યાન હાજાનો ફરી ફોન આવેલ અને અમો તારી ઓફીસ થી ઇન્દિરાનગરમાં આવીએ છીએ તેવું કહેતા વનરાજ કાર લઈને ઇન્દીરાનગરથી વિરભનુની ખાંભી બાજુ જવા નીકળેલ જ્યાં ચાર રસ્તા નજીક રાતના સાડા નવેક વાગ્યે કાળા કલરની કાર જે હાજા લખમણની હોય તેમાં ચાર પાંચ માણસો બેઠેલા આવતા હતા અને સામ સામે ગાડી અથડાવેલ.

કાળા કલરની કાર નં.GJ-01-HZ-1111 માંથી હાજા લખમણ ઓડેદરા તથા તેનો ભાઇ અરભમ લખમણ ઓડેદરા તેના હાથમાં રીવોલ્વર પીસ્તોલ જેવા હથીયાર હતા અને હાજાનો કાકો ભના નેભા ઓડેદરા, નિલેષ ભીમા ઓડેદરા તથા તેનો પિતા ભીમા ઓડેદરા ગાડી નંબર-9000માંથી તથા રામભાઇ સુખદેણવાળાની ગાડી નંબર7777 સાથે આવેલ અને તેની સાથે સંજય પોલા રબારી, પોલા રબારી તથા રામા રૈયા રબારી તથા હીતેશ રામા અને મેરામણનો છોકરો હતા.

જે પૈકી હાજા લખમણ તથા અરભમ અને રામભાઇ સુખદેણ વાળાએ પહેલા હવામાં ફાયરીગ કરેલ બાદ વનરાજની કાર પર આડેધડ ફાયરીંગ કરવા લાગેલ અને તલવાર તથા બેઝબોલના ધોકા વડે માર મારવા લાગેલ. આ મારામારીમાં રાજ પરબતભાઇ કેશવાલા તથા કલ્પેશ કાનજીભાઈ ભુતીયાને ફાયરીગ તથા તલવારના ધા લાગવાથી ઇજા થયેલ અને વનરાજ તથા પ્રકાશ પદુભાઇ જુંગીને પણ ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડયા હતા.

જ્યાં તબીબે રાજ કેશવાલા તથા કલ્પેશ કાનજી ભુતીયાને મરણ ગયેલ જાહેર કર્યા હતા. વનરાજને ડાબી બાજુ હાસડીમાં ફાયરીંગની ગોળી લાગેલ છે તેમજ જમણી આંખમાં તથા માંથાના ભાગે ગંભીર ઈંજાઓ પહોંચી છે. આ બનાવના કારણમા વનરાજે પોલીસને જણાવ્યું હતું કે ગઈ નગરપાલીકાની ચુંટણીમાં વનરાજ પાલીકા વોર્ડ નં.15માં કોંગ્રેસ પક્ષ તરફથી કાઉન્સીલર તરીકે ચૂંટણી લડેલ અને તેની સામે ભીમા ઓડેદરા ભાજપમાંથી કાઉન્સીલર તરીકે વિજેતા થયેલ.

જે મનદુખના કારણે આ ભીમા ઓડેદરાના દિકરો નિલેશ રાજ કેશવાલાને અવાર નવાર ગાળો આપી ઝગડો કરતો હતો અને તે બાબતે મકરસંક્રાંતિના રોજ રાજને નિલેશ સાથે ઝગડો થયેલ તે મનદુખ રાખી ભાજપના સુધરાઈ સભ્ય ભીમા ઓડેદરા, રામા રૈયા રબારી સહિત 11 શખ્સોએ રિવોલ્વર, તલવાર, ધોકા સહિતના હથિયાર ધારણ કરી વનરાજ સહિતનાઓ પર હુમલો કર્યો હતો. જેમા વનરાજના ભાઈ રાજ અને મિત્ર કલ્પેશ કાનજી ભૂતિયાની હત્યા નિપજાવી છે. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.

તમારે ઝઘડો કરવો હોય તો અમે તૈયાર છીએ: તું કયાં છે?
જૂથ અથડામણમાં શખ્સોએ ફાયરિંગ કરતા ડબલ મર્ડર, પાલિકાની ચૂંટણીનું મનદુઃખ રાખી 11 શખ્સો પિસ્તોલ, તલવાર, ધોકા સાથે કારમાં ધસી આવ્યા હતા, ભાજપના 2 સુધરાઈ સભ્ય સહિત 11 શખ્સ સામે ગુન્હો નોંધાયો.

ડબલ મર્ડરની ઘટના સામે આવતા જ પોલીસે 3 શખ્સને રાઉન્ડ અપ કર્યા છે. જેમાં અરભમ ઓડેદરાને રાઉન્ડ અપ કરી પૂછપરશ હાથ ધરી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this exciting adventure of knowledge and let your mind fly! ? Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page