Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightકોરોના છે કે નહીં તે જાણવું હોય તો બસ કરો આ એક...

કોરોના છે કે નહીં તે જાણવું હોય તો બસ કરો આ એક કામ

મુંબઈઃ કોરોના બીમારી અંગે જાણવાનો એક ઉપાય Chest X-Ray પણ છે. આ Chest X-Rayના રિપોર્ટને જોઈ ડૉક્ટર કોરોના છે કે નહીં તે અંગે જાણી શકે છે. હવે આ માટે AI-Driven પ્લેટફોર્મ તૈયાર કરવામા આવ્યું છે. જે હેઠળ તમારે માત્ર વ્હોટ્સએપ પર Chest X-Ray રિપોર્ટ મોકલવાનો રહે છે અને અમુક મિનિટમાં તેનું પરિણામ આવી જાય છે. તેને XraySetu નામ આપવામા આવ્યું છે. તે લૉ રિજોલ્યુશનવાળી ઈમેજ પર પણ સરળતાથી કામ કરે છે. જેનો ઉપયોગ ગ્રામિણ વિસ્તારમાં પણ સારી રીતે થઈ શકે છે.

ગ્રામિણ વિસ્તારોમાં હેલ્થકેર ફેસિલિટી ઓછી હોય છે. આ સાથે જ બીજા ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપવામા આવે છે, કારણ કે અમુક વેરિએન્ટ્સમાં આરટી-પીસીઆર ટેસ્ટ પણ નેગેટિવ આવે છે.

પીઆઈબી દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે, ARTPARK (AI & Robotics Technology Park)એ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ, બેંગલુરુ બેઝ્ડ હેલ્થ ટેક સ્ટાર્ટઅપ Niramai અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સાથે મળીને XraySetu ને ડેવલપ કર્યું છે. તેના થકી વ્હોટ્સએપ પર મોકલાયેલી Chest X-Ray રિપોર્ટથી કોરોનાના દર્દી અંગે માહિતી મેળવી શકાય છે.

આ XraySetu નો ઉપયોગ કરવા ડૉક્ટર્સે માત્ર www.xraysetu.com પર જઈ try the free X-RaySetu Beta બટન પર ક્લિક કરવાનું રહેશે. તે પછી અહીંથી તેને અન્ય પેજ પર લઈ જવાશે. અહીં ડૉક્ટર વ્હોટ્સએપ ચેટબોટ કે વેબ અથવા સ્માર્ટફોન એપ થકી વાત કરી શકે છે.

આ પ્લેટફોર્મનો લોકો ડાયરેક્ટ +91 8046163838 નંબર પર વ્હોટ્સએપ કરી XraySetuનો ઉપયોગ કરી શકે છે. આ માટે તેમણે દર્દીનો Chest X-Ray રિપોર્ટ મોકલવાનો રહેશે. અમુક જ મિનિટોમાં 2 પેજનો રિપોર્ટ તમને મળી જશે.

જો કોરોનાના લક્ષણ દેખાશે તો તમને ડૉક્ટરની સલાહ લેવાની જાણ કરવામા આવશે. આ પ્લેટફોર્મની મદદથી દેશના જુદા-જુદા વિસ્તારોથી સંપર્ક સધાતા 1200થી વધુ રિપોર્ટ આપવામા આવી ચૂક્યા છે. આ પ્લેટફોર્મ થકી ફેફસાંની બીમારી અંગે પણ જાણી શકાય છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! ? Embark into this thrilling experience of knowledge and let your mind fly! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of awe! ?

  2. I played on this gambling website and won a substantial cash, but eventually, my mother fell ill, and I required to withdraw some earnings from my account. Unfortunately, I faced problems and was unable to finalize the cashout. Tragically, my mother died due to this gambling platform. I request for your assistance in lodging a complaint against this online casino. Please assist me to achieve justice, so that others won’t undergo the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page