અમદાવાદ: છેલ્લાં કેટલાંય વર્ષોથી ટોપટેન ટીવી સીરિયલમાં સામેલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજે ઘરે-ઘરે જોવાય છે. સીરિયલના પાત્રો પણ ખૂબ ફેમસ થઈ ગયા છે. આજે અમે તમને આ સીરિયલનું સિમ્પલ અને સુંદર પાત્ર ‘અંજલીભાભી’ એટલે કે નેહા મહેતા વિશે વાત કરીશું અને તેના ઘરની તસવીરો દેખાડીશું. સીરિયલમાં તારક મહેતાને કારેલા અને દૂધીનો જ્યૂસ પીવડાવ-પીવડાવ કરનાર અંજલીભાભી રિયલમાં પણ એકદમ હેલ્થ કોન્શિયસ છે. તેમણે ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા ત્યારથી ફીગરને મેન્ટેઇન કરીને રાખ્યું છે. 41 વર્ષની અંજલી મહેતા સિંગલ છે અને લાઈફ પાર્ટનરને શોધી રહી છે. નેહાનો જન્મ ગુજરાતના ભાવનગરમાં થયો છે. જોકે, તેનો પરિવાર મૂળ તો પાટણનો છે. તો આવો જોઈએ પાટણમાં આવેલા તેમના બંધ ઘરની બહારની તસવીરો.
મૂળ પાટણના અને ભાવનગરમાં જન્મ
ભાવનગરમાં જન્મેલી અને ઉછેરેલી નેહા મહેતા મૂળ તો પાટણની છે. તેના પિતા જાણીતા ગીતકાર તથા કવિ છે. નેહાના ઘરમાં પહેલેથી જ ફિલ્મી વાતાવરણ હતું અને તેથી જ તે આ ક્ષેત્રમાં આગળ વધવા માગતી હતી. બાળપણમાં નેહાને ડાન્સ અને મ્યુઝિકનો શોખ હતો. નેહાએ વડોદરામાંથી મ્યુઝિકમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં અમદાવાદમાંથી ડિરેક્શનનો કોર્સ કર્યો હતો.
સ્ટારહંટ તરીકે પસંદગી
નેહા મહેતા અમદાવાદમાં ભણતી હતી ત્યારે આખા ગુજરાતમાંથી ‘સ્ટારહંટ’ તરીકે તેની પસંદગી થઈ હતી અને તેણે મુંબઈની વાટ પકડી હતી. જ્યાં તેને એક-પછી એક નાટક મળવા લાગ્યા. નેહાએ ‘પ્રતિબિંબના પડછાયા’, મસ્તમજાની લાઈફ’, ‘તુ જ મારી મૌસમ’, ‘હું જ તારો ઈશ્વર’ વગેરે નાટકમાં કામ કરીને નામ કમાયું હતું.
ભાભી’ સીરિયલથી આવી લાઈમલાઈટમાં
નેહાએ નાટક ઉપરાંત ગુજરાતી અને હિન્દી ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ હતું. નેહા ‘ભાભી’ સીરિયલથી લાઈમ લાઈટમાં આવી હતી, જેમાં તેણે 150 એસિપોડ કામ કર્યું હતું. આ દરમિયાન તેને અમુક કડવા અનુભવો થતાં તેણે સીરિયલ છોડી દીધી અને મુંબઈથી ફરી અમદાવાદ આવી ગઈ હતી. જોકે, થોડાક સમયમાં તે પાછી મુંબઈ પરત ફરી હતી.
મળ્યો અંજલિભાભીનો રોલ
મુંબઈ આવ્યા પછી ફરી નેહા મહેતાનું નસીબ ચમક્યું હતું. તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિભાભીની ભૂમિકા મળી હતી. જેમાં નેહાના કામના ખૂબ વાખણ થવા લાગ્યા હતા. બાદમાં તેણે આ ઉપરાંતં ‘વાહ વાહ ક્યા બાત હૈં’ શોને હોસ્ટ કર્યો હતો.
દિશા વાકાણી પરણી ગઈ, નેહાને જીવનસાથીની તલાશ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બંને મુખ્ય ગુજરાતી અભિનેત્રીઓ દયાભાભી એટલે કે દિશા વાકાણી અને અંજલીભાભી એટલે કે નેહા મહેતા છેલ્લાં ઘણાય વર્ષોથી સારા જીવનસાથીની શોધમાં હતા. એવામાં દિશા વાકાણીને મયુર પડિયા સાથે લગ્ન કરી લીધા હતા અને તેમને સંતાનમાં આજે એક દીકરી છે. બીજી બાજું નેહા મહેતાની જીવનસાથીની શોધ હજી પૂરી થઈ હતી.
સમજી શકે એવા જીવનસાથી છે પસંદ
લગ્ન અંગે નેહા મહેતાએ જણાવ્યું હતું કે તેને હાલમાં લગ્નની કોઈ ઉતાવળ નથી. તેણે વધુમાં કહ્યું હતું કે તેને સમજે અને સંબંધોમાં ગણતરી ના કરે એવા જીવનસાથી પસંદ છે.
hmmm
nice story
Gbb