Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightઆ સંન્યાસીની છુપા આશીર્વાદથી રવ દહિયા જીત્યો છે ઓલિમ્પિકમાં મેડલ

આ સંન્યાસીની છુપા આશીર્વાદથી રવ દહિયા જીત્યો છે ઓલિમ્પિકમાં મેડલ

રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં જોરદાર પ્રદર્શન કરી 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં સિલ્વર મેડલ જીત્યો છે. રવિ દહિયાએ છત્રસાલ સ્ટેડિયમમાં કુશ્તીની ટ્રેનિંગ લીધી છે. રવિ દહિયાની આ સફળતા પાછળ તેમના બાળપણના ગુરુ બ્રહ્મચારી હંસરાજની મહત્ત્વની ભૂમિકા રહી છે. પહેલવાન રવિ દહિયાના ઘરથી લગભગ 3 કિલોમીટર દૂર તેમના પહેલાં ગુરુ બ્રહ્મચારી હંસરાજ રહે છે. રવિ કુમાર દહિયા 6 વર્ષની ઉંમરે બ્રહ્મચારી હંસરાજના અખાડામાં ગયા હતા અને તેમણે 12 વર્ષની ઉંમર સુધી ત્યાં તાલિમ લીધી હતી.

કુશ્તીના બીજા કોચ કરતાં હંસરાજની જીવનશૈલી ખૂબ જ સાધારણ છે. તેમણે વર્ષ 1996માં પોતાનું ઘર છોડી દીધું હતું અને ત્યારથી તે ગામની પાસે સંન્યાસી જીવન વ્યતિત કરી રહ્યા છે. હંસરાજના અખાડામાં આસપાસના ગામના એક ડઝનથી વધુ છોકરા તાલિમ લે છે. ટોક્યોમાં સિલ્વર મેડલ જીતીને પાછા આવ્યા પછી રવિ દહિયાનું દિલ્હીમાં ભવ્ય સ્વાગત થયું હતું. છત્રસાલ સ્ટેડિયમમાં વાત કરતાં રવિએ હરિયાણાના સોનીપત જિલ્લાના પોતાના ગામ નાહરીથી દિલ્હીના સ્ટેડિયમ સુધીની સફર અંગે જણાવ્યું હતું.

રવિ દહિયાએ કહ્યું કે, ‘‘મેં બાળપણમાં પોતાના ગામના અખાડામાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે મારા ગુરુ હંસરાજજી મને 12ની ઉંમરમાં છત્રસાલ સ્ટેડિયમમાં લઈ ગયાં હતાં. તેમણે મને કહ્યું હતું કે, દરેક સારા પહેલવાન અહીંથી જ નીકળે છે. તેમણે પણ આ સ્ટેડિયમમાં અભ્યાસ કર્યો હતો. પછી હું ત્યાં જતો રહ્યો હતો. મારા ગુરુજી, પરિવાર અને ફ્રેન્ડને ઓલિમ્પિકમાં મારા પાસેથી ઘણી આશા હતી.’’

રવિ દહિયાના બાળપણના ગુરુ બ્રહ્મચારી હંસરાજે કહ્યું કે, ‘‘હું ખૂબ સારો પહેલવાન નહોતો. મારા મોટા સપના હતા, પણ હું તેને પુરા કરી શકતો નહોતો. ભગવાનની કૃપા છે. હવે મારો વિદ્યાર્થી પદક લાવ્યો છે. મેં ક્યારેય આટલું લોકપ્રિય થવાનું સપનું જોયું નહોતું. હું હંમેશા પ્રચાર-પ્રસારથી દૂર રહું છું અને બાળકોને તાલિમ આપવા પર જ મારું ધ્યાન આપું છું. ’’

બ્રહ્મચારી હંસરાજે રવિ દહિયા વિશે કહ્યું કે, ‘‘ રવિને તેના પિતા માત્ર 6-7 વર્ષની ઉંમરમાં જ મારી પાસે લઈને આવ્યા હતા અને મેં તેને આગામી 6 વર્ષ સુધી તાલિમ આપી હતી. આ પછી તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોચિંગ લેવા માટે છત્રસાલ સ્ટેડિયમ મોકલી દીધો હતો. જ્યારે મેં પહેલીવાર ટીવી પર રવીની ઓલિમ્પિકમાં પસંદગી થવાના સમચાર જોયા, ત્યારે મેં તેને ઓળખી લીધો. અમે અખાડામાં તેને મોનીના નામથી જાણતાં હતાં. રવિ એક હોંશિયાર, શાંત અને પ્રામાણિક વિદ્યાર્થી હતો. તેનું રમત પર જ ફોકસ રહે છે અને તેનામાં અપાર સંભાવના છે. ગામલોકો પોતાના બાળકોને ટ્રેનિંગ ઉપરાંત અનુશાસિત થાય તે માટે પણ અહીં મોકલે છે. કેમ કે, અનુસાન સફળતાનું સૂત્ર છે.’’

હંસરાજે વધુમાં કહ્યું કે, ‘‘મેં બાળકોને તાલિમ આપવાનું શરૂ નહોતું કર્યું, ગામલોકો પોતાના બાળકોને મારી પાસે ટ્રેનિંગ માટે મોકલતા હતાં. પહેલાં હું ના પાડતો હતો. કેમ કે, હું ધ્યાન કરવા માગતો હતો. પણ બાળકોના દબાવને લીધે મેં આ વિચાર ત્યાગી દીધો અને પછી મેં મારા હાથે એક અખાડો બનાવ્યો. ત્યારથી ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પહેલવાનોએ અહીં પ્રશિક્ષણ લીધું છે. હું ક્યારેય કોઈ પાસે ફી લેતો નથી. ગામલોકો જે કંઈ ખાવા માટે આપે છે તેના પર હું નિર્ભર રહું છું. તે ઉપરવાળાના હાથમાં છે, હું પોતાનું કામ પ્રામાણિકતાથી કરું છું.’’

હંસરાજે કહ્યું કે, ‘‘કુશ્તી દરમિયાન તેમને ઢીંચણમાં ઇજા થઈ હતી અને તેમને જમીન પર બેસવા અને વધારે ચાલવામાં તકલીફ થતી થાય છે. પણ છેલ્લાં 15-20 વર્ષમાં ગામના બાળકોએ જે રીતે સમર્પણ બતાવ્યું છે. તેમાં તેમણે બાળકોને કુશ્તીના ગુરુ શીખવાડવામાં આ મિશનમાં સફળતા મળી છે.

તેમણે કહ્યું કે, ‘મારે જીવનમાં વધારે કંઈ મેળવવું નથી. હું જે કંઈ કરી રહ્યો છું તેમાં ખુશ છું. આ લોકો મારું સન્માન કરે છે અને તેમને લાગે છે કે, તેમના બાળકો કુશ્તીમાં પારંગત કરીશ. જેથી તે આ રમતમાં પોતાનું કરિયર બનાવી શકે. કેમ કે, મારી પાસે આ બાળકોને આંતરારાષ્ટ્રીય લેવલે મેચ માટે પ્રશિક્ષિત કરવાની કોઈ સુવિધા નથી. એટલે હું પોતાના અખાડામાં શરૂઆતના 5-6 વર્ષ પ્રશિક્ષણ પછી તેમને છત્રસાલ સ્ટેડિયમાં મૂકી દવ છું.’’

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this casino platform and managed a significant cash, but later, my mother fell ill, and I required to cash out some funds from my casino account. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to this gambling platform. I plead for your support in lodging a complaint against this website. Please help me in seeking justice, so that others won’t face the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page