Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં 10 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકી શકે છે? આગામી 48 કલાકમાં...

ગુજરાતમાં 10 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકી શકે છે? આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે ત્યારે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સિસ્ટમને કારણે ગુજરાતના વિસ્તારોમાં અને ખાસ કરીને તટીય વિસ્તારોમાં આગામી 2 જુલાઈ સુધી મધ્યમ વરસાદ થશે.

ડિપ્રેશન ગુજરાતમાં જમીની સ્તરે આગળ વધવાની સાથે ફરીથી આગામી 3 અને 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક પણ ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમને પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી 3જી જુલાઇ બાદ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

સૂર્ય નક્ષત્રમાં ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદ થશે. ઉત્તર ગુજરાત અને અન્ય ભાગોમાં 4 જુલાઈથી 7 જુલાઈ સુધીમાં કેટલાંક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં 2 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અમુક જગ્યાએ 10 ઈંચથી પણ વધુ વરસાદ ખાબકી શકે છે. બંગાળના ઉપસાગરમાં બીજું હવાનું દબાણ 6 જુલાઈએ થવાની શક્યતા હોવાનું હવામાન જ્યોતિષી અંબાલાલ દ. પટેલે જણાવ્યું હતું.

હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે જેના કારણે 24 કલાક ભારે વરસાદની આગાહી છે. આ સિસ્ટમને કારણે દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. 24 કલાક બાદ સિસ્ટમ નબળી પડી જશે. તે પછી સામાન્યથી મધ્ય વરસાદ રહેશે.

આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાનું છે. જેના કારણે ગુજરાત તરફ ડિપ્રેશન થઇને આગળ વધશે. આ સિસ્ટનને કારણે આગામી મહિના જુલાઇની 3, 4 અને 5 તારીખે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. Поможем купить диплом нового образца России быстро, недорого, конфиденциально. Купить диплом можно здесь [URL=https://diplomguru.com]https://diplomguru.com[/URL].

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page