Friday, April 12, 2024
Google search engine
HomeSportsક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનું આ અભિનેત્રી સાથે જોડાયું નામ, આ રીતે શરૂ થઈ...

ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનું આ અભિનેત્રી સાથે જોડાયું નામ, આ રીતે શરૂ થઈ લવસ્ટોરી

આઈપીએલ સિઝન-14ના સેકન્ડ રાઉન્ડની પહેલી જ મેચમાં મુંબઈ સામે ચેન્નાઈએ જીત મેળવી છે. આ મેચનો હીરો રહેલા ઋતુરાજ ગાયકવાડના અફેરની ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઋતુરાજ મરાઠી એક્ટ્રેસ સયાલી સંજીવને દીલ આપી બેઠો છે. સયાલી સાથે અફેરની ચર્ચા અંગે ઋતુરાજે એક રિએક્શન આપ્યું છે.

ચેન્નઇ સુપર કિંગ્સના બેટ્સમેન ઋતુરાજે સયાલી સાથે પોતાના રિલેશનની વાતને અફવા ગણાવી છે. ગાયકવાડ અને સયાલીના રિલેશનની અફવા તે સમયે સોશિયલ મીડિયા પર ઉડી હતી, જ્યારે બેટ્સમેને એક્ટ્રેસની પોસ્ટ પર કોમેન્ટ્સ કરી હતી. આ પછી સયાલીએ ગાયકવાડને કોમેન્ટ કરી રીપ્લાય પણ આપ્યો હતો.

સયાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા હતાં. જેમાં તે સોફા પર બેઠેલી દેખાઈ રહી છે. ગાયકવાડે એક્ટ્રેસની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘Woahh’. આ પછી સયાલીએ ગાયકવાડે જવાબ દેતાં ત્રણ દિલવાળા ઈમોજી બનાવ્યા હતા. જે બાદ ફેન્સને તક મળી ગઇ હતી અને બંનેની અટકળો શરૂ થઇ ગઈ અને રિલેશનની અફવાઓ પણ ઉડવા લાગી હતી.

સયાલી સાથે રિલેશનની વાત વધતી જોઈને ઋતુરાજ ગાયકવાડ આગળ આવ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્પષ્ટતા કરી હતી. તેણે મરાઠીમાં કહ્યું કે, ‘માત્ર બોલર જ મારી વિકેટ લઇ શકે છે, ક્લીન બોલ્ડ કરી શકે છે, કોઈ બીજું નહીં.’

ઉલ્લેખનીય છે કે, ઋતુરાજ ગાયકવાડ IPLમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનસીવાળી ચેન્નઇ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. તેણે હાલમાં જ સ્થગિત થયેલી IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગાયકવાડે ડુપ્લેસી સાથે ઘણી મેચમાં ટીમને સારી શરૂઆત અપાવી હતી.

સયાલી ફેમસ મરાઠી એક્ટ્રર્સ છે. તે ઘણી સિરિયલોમાં જોવા મળી ચૂકી છે. સયાલીનો જન્મ મહારાષ્ટ્રના ધુલેમાં થયો હતો.

સયાલીએ ધૂલેમાં જ એજ્યુકેશન લીધું છે. તેમને વધુ અભ્યાસ નાસિકથી કર્યો છે. વર્ષ 2016માં તેને જી મરાઠીનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #MindBlown ? into this cosmic journey of knowledge and let your imagination soar! ✨ Don’t just read, savor the thrill! ? ? will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page