મુંબઈ: જાણીતી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને 12 વર્ષ થઈ ગયા છે જે ચાહકોનું મનોરંજન પૂરુ પાડી રહી છે. સીરિયલ ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. ઘણાં વર્ષોમાં સીરિયલમાં ઘણાં નવા પાત્રો ઉમેરાયા છે અને ઘણાં એક્ટર્સ સીરિયલ છોડીને જતાં રહ્યા છે. ત્યારે વધુ એક અભિનેત્રીએ સીરિયલને અલવિદા કહી દીધું છે.
સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બાવરી’નું પાત્ર ભજવી રહેલ અભિનેત્રી મોનિકા ભદોરિયાએ આ સીરિયલને અલવિદા કહી દીધું છે. અંગ્રેજી વેબપોર્ટલ પ્રમાણે, મોનિકા ભદોરિયા પોતાના સેલેરીને લઈને ખુશ નહોતી. મોનિકા ઘણાં સમયથી સીરિયલના મેકર્સ પાસે સેલેરીમાં વધારો માંગતી હતી. જોકે સેલેરીને લઈને કોઈ ઉકેલ ન આવતાં મોનિકાએ સીરિયલને છોડી દીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અભિનેત્રીને આ અંગે પૂછવામાં આવતાં તેણે સીરિયલ છોડી દીધી હોવાની પુષ્ટિ કરી છે.
મોનિકાએ જણાવ્યું હતું કે, આ સીરિયલ અને મારું પાત્ર મારા દિલની નજીક છે. મારી સેલેરી વધે તેવી મારી ઈચ્છા હતી પરંતુ સીરિયલના મેકર્સ આ માટે તૈયાર થયા નહીં. જો મારી સેલેરી વધારી આપવામાં આવશે તો મને સીરિયલમાં પરત આવવામાં કોઈ જ વાંધો નથી પણ મને લાગતું નથી કે આવું થશે. જોકે હવે એ વાત સાચી છે કે, હું હવે આ શોનો ભાગ નથી.
નોંધનીય છે કે, મોનિકા ભદોરિયા છેલ્લા 6 વર્ષથી સીરિયલમાં ‘બાવરી’નું પાત્ર ભજવી રહી હતી. મોનિકાએ પોતાનો છેલ્લો એપિસોડ 20 ઓક્ટોબરના રોજ શૂટ કર્યો હતો. સીરિયલમાં ‘બાવરી’નું પાત્ર લોકોને ખૂબ મજા કરાવતું હતું.
Very nice website for Gujarati knowlage and news