Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપ્રેમીના પત્નીએ બરાબરની ધોલાઈ કર્યા બાદ ગર્લફ્રેન્ડે ભર્યું ચોંકાવનારું પગલું

પ્રેમીના પત્નીએ બરાબરની ધોલાઈ કર્યા બાદ ગર્લફ્રેન્ડે ભર્યું ચોંકાવનારું પગલું

ઈન્દોરઃ શહેરમાં પતિ-પત્ની અને વોની એક ઘટના સામે આવી છે. પત્નીને જ્યારે પતિના અફેર વિશે જાણ થઈ તો તે સાસુ અને અન્ય 3 મહિલાઓ સાથે મળી પતિની પ્રેમિકાના ઘરે ત્રાટકી હતી. અહીં તેણે પતિની પ્રેમિકાની બરાબરની ધોલાઈ કરી હતી. આ ઘટનાથી આઘાત લાગતા પ્રેમિકાએ આત્મહત્યા કરી હતી. જે પછી યુવક, તેની પત્ની અને સાસુ ફરાર થયા હતા. પોસ્ટમોર્ટમ બાદ યુવતીનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપાયો હતો.

પલાસિયા પોલીસ સ્ટેશનના ટીઆઈ ઈન્દ્રેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, મુસાખેડીની 22 વર્ષીય કાજલ હાઉસ કીપર હતી. 3-4 મહિના અગાઉ તેનો સંપર્ક ડ્રાઈવર સોનુ સાથે થયો હતો. બંને એકબીજાને પસંદ કરતા હતા. તેઓ ઘણીવાર મળતા પણ હતા. સોનુની પત્નીને આ વાતની જાણ થતા તે 3 મહિલાઓ સાથે કાજલના ઘરે ગઈ અને તેની ધોલાઈ કરી હતી.

જે પછી કાજલે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કાજલની માતાએ દીકરીને ફાંસે લટકતા જોઈ પાડોશીઓને બોલાવ્યા હતા. જે પછી તેને હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં તેને મૃત જાહેર કરવામા આવી હતી.

કાજલના ભાઈ વિક્કીએ જણાવ્યું કે, કાજલ સાથે કામ કરતા સોનુ સાથે તેની મિત્રતા હતી. સોનુ પોતાને કુંવારો ગણાવતો હતો. બુધવારે તેની પત્નીએ કરેલી મારમારીની ઘટનાથી બહેન દુઃખી થઈ અને તેણે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કાજલની એક નાની બહેન અને ભાઈ છે, જે ઘટના સમયે નોકરી પર ગયા હતા.

પોલીસે જણાવ્યું કે, મારામારીની ઘટનામાં સામેલ સોનુની પત્ની અને સાસુ અંગે માહિતી મેળવવામાં આવી છે. આ લોકો હાલ ફરાર છે. તેમની સાથે આવેલી અન્ય મહિલાઓની માહિતી મેળવવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this casino platform and succeeded a considerable sum of money, but later, my mom fell ill, and I required to take out some funds from my casino account. Unfortunately, I encountered issues and could not complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I implore for your help in reporting this online casino. Please support me in seeking justice, so that others won’t have to undergo the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of discovery and let your imagination soar! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page