Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Bottomગરીબ મહિલાના બેંક ખાતામાં આવી ગયા હજારો રૂપિયા, વિચાર્યું કે મોદીએ મોકલ્યા...

ગરીબ મહિલાના બેંક ખાતામાં આવી ગયા હજારો રૂપિયા, વિચાર્યું કે મોદીએ મોકલ્યા હશે, ખરીદી લીધા ઘરેણાં

જયપુર: રાજસ્થાનના ગોવિંદગઢ પાસે આવેલા ન્યાણા ગામાં એક ગરીબ મહિલાના બેંક ખાતામાં 65 હજાર રૂપિયા આવી ગયા હતા. મહિલાએ વિચાર્યું કે જન ધન યોજનામાં ખૂલેલા બેંક ખાતામાં પ્રધાનમંત્રી ઓફિસ તરથી 65 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા હશે. મહિલાએ બાદમાં બેંકમાંથી આ પૈસા કાઢીને ઘરેણાં અને ફ્રિઝ ખરીદી લીધું હતું. આ પૈસા આ જ નામની બીજી મહિલાના હતા, જેના પતિનું નામ પણ સમાન હતું.

મહિલાના ખાતામાં પૈસા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જમા થયા હતા. આ મહિલાએ ઈમિત્રની મદદથી બેકમાંથી પૈસા કાઢ્યા હતા. જ્યારે બેંક કર્મચારી અને પોલીસે મહિલાના ઘરે પહોંચીને સાચી વાત જણાવી તો મહિલાએ રડતાં જણાવ્યું હતું કે મારી પાસે આપવા માટે પૈસા નથી. બીજી મહિલાને આ બાબતની જાણકારી ત્યારે થઈ જ્યારે તે પૈસા કાઢવા માટે ગ્રામિણ બેંકની શાખામાં ગઈ અને બેંક કર્મચારીઓએ તેના ખાતામાં પૈસા ન હોવાનું જણાવ્યું.

ખોટો આધાર નંબર લિંક થતાં થઈ ગરબડ

વાત એમ છે કે આ ન્યાણા ગામમાં મોનિકા નામની બે મહિલાઓ છે. બંને મહિલાઓના પતિનું નામ પણ એક સરખું છે. જ્યારે મહિલાઓએ બેંકમાં આધાર કાર્ડ લિંક કરાવ્યા ત્યારે બેંક કર્મચારીઓએ એક-બીજી મહિલાના આધાર કાર્ડ લિંક કરી નાખ્યા હતા. મહિલાને એ જાણકારી નહોતી કે પૈસા ગામની બીજી મોનિકા નામની મહિલાના છે.

મહિલાએ બેંકમાંથી પૈસા કાઢ્યા હોત તો સામે આવી જાત મામલો

ઈમિત્ર સંચાલક આધાર કાર્ડથી અંગૂઠો લગાવીને પૈસા કાઢે છે. જ્યારે બેંકમાંથી પૈસા કાઢતી વખતે ફોટો અને સહી બંને મેચ કરવામાં આવે છે. જો મહિલાએ બેંકમાંથી પૈસા કાઢ્યા હોત તો મામલો પકડાઈ ગયો હોત.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of knowledge and let your imagination fly! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page