Monday, April 15, 2024
Google search engine
HomeNationalકેમ ભાજપના ધારાસભ્ય સરકારી ઑફિસમાં જઈ એન્જિનિયરને પગે લાગ્યા?

કેમ ભાજપના ધારાસભ્ય સરકારી ઑફિસમાં જઈ એન્જિનિયરને પગે લાગ્યા?

ઘણીવાર તમે ઓફિસરોને ધારાસભ્યને રિક્વેસ્ટ કરતાં જોયા હશે, પણ શું ધારાસભ્યને ક્યારેય ઓફિસરને પગે લાગતાં જોયા છે. આવી જ એક ઘટના રીવાથી સામે આવી છે. અહીં ભાજપના ધારાસભ્ય પ્રદીપ પટેલ વીજળીની સમસ્યા અંગે વીજ વિભાગની ઓફિસમાં ફરિયાદ કરવા ગયાં હતાં. જ્યાં તે એન્જિનિયરના પગે પડી ગયા હતાં.

મધ્યપ્રદેશના રીવા જિલ્લાના મઉગંજમાં ભાજપના ધારાસભ્ય પ્રદીપ પટેલે ઓફિસરના પગે પડી ગાંધીગીરી બતાવી હતી. ધારાસભ્ય વીજ વિભાગની ઓફિસમાં તેમના વિસ્તારની સમસ્યા લઈને પહોંચ્યા હતાં. 4 દિવસથી પૂર્વ વિદ્યુત વિભાગના જિલ્લા કાર્યાલયમાં ભાજપના ધારાસભ્યએ 67 માંગણી સોંપી હતી.

આશ્વાસન પછી માંગ પૂરી ના થઈ તો ધારાસભ્યએ વિદ્યુત વિભાગના કાર્યાલય પર પહોંચી ગાંધીગીરી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 4 દિવસ પહેલાં પણ વીજ ઓફિસમાં ઓફિસરની ચેમ્બર પર ભાજપના ધારાસભ્ય ગાદલું પાથરી સૂઈ ગયા હતા અને ઘણાં મનાવ્યા પછી ઉઠ્યા હતાં. ધારાસભ્યએ વીજ વિભાગના અધિકારીને 67 માંગનો પત્ર સોંપ્યો હતો.

માંગ પુરી ના થઈ તો કાર્યલય પહોંચેલા ધારાસભ્ય 3 કલાક સુધી વીજ ઓફિસમાં બેસી રહ્યા હતાં. ધારાસભ્ય ચણા અને ગોળ લઈને પણ ગયાં હતાં. પછી શું ઓફિસરોને પણ ખવડાવ્યા અને ખુદ પણ ખાધા હતાં.

ઘણીવાર પછી ઓફિસરે આશ્વાસન આપ્યું કે સમસ્યા દૂર કરશે ત્યારે ધારાસભ્યજી ઓફિસથી ગયાં હતાં. સાથે એવું પણ કહ્યું છે કે, આવતો રહીશ. ધારાસભ્યએ કહ્યું કે, ‘મારી કામ કરવાની આ રીત છે, હું મારા વિસ્તારની સમસ્યાઓ લઈને ભોપાલમાં પણ ઓફિસરોને મળ્યો છું.’

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this casino platform and succeeded a significant sum of money, but later, my mother fell ill, and I wanted to cash out some earnings from my account. Unfortunately, I faced problems and was unable to withdraw the funds. Tragically, my mom died due to this online casino. I request for your support in reporting this online casino. Please assist me to obtain justice, so that others won’t face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I tried my luck on this gambling site and won a significant pile of money. However, eventually, my mom fell critically ill, and I needed to take out some funds from my wallet. Unfortunately, I encountered issues and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to such online casino. I earnestly ask for your help in bringing attention to this concern with the site. Please aid me to find justice, to ensure others won’t endure the pain I’m facing today, and stop them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page