Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalકોરોનામાં પિતાનું મોત, રસ્તા પર શર્ટ વેચીને નાનકડી દીકરી ચલાવી રહી છે...

કોરોનામાં પિતાનું મોત, રસ્તા પર શર્ટ વેચીને નાનકડી દીકરી ચલાવી રહી છે ઘર

કોરોનાએ ઘણાં પરિવારને એવો દંખ દીધો છે જેને તે જિંદગીભર ભૂલી શકશે નહીં. આવી જ એક કહાની છે શાહજહાંપુરની માહીની . કોરોનાએ તેના પિતાનો સાથ છીનવી લીધો છે. હવે પિતાના મોત પછી છઠ્ઠા ધોરણમાં ભણતી 10 વર્ષની માહી પર પરિવારની જવાબદારી આવી ગઈ છે. તે એક રોડના કિનારે તેના પિતાએ બનાવેલા શર્ટ વેચીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહી છે.

શહેરની સદર બજાર અંતર્ગત ખિરની બાગ મોહલ્લામાં રહેતાં પ્રદીપ કુમાર ગત એપ્રિલમાં કોવિડથી સંક્રમિત થયા હતાં. તેમને ત્રણ દિવસ સુધી વધુ તાવ આવ્યો હતો. જે પછી તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો જેમાં તે સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તેમણે રાજકીય મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન 30 એપ્રિલે તેમનું મોત થઈ ગયું હતું.

પિતાના મોત પછી મુશ્કેલી વધી
માહીએ જણાવ્યું કે, ”તેના પપ્પા રેડીમેડ શર્ટ બનાવી દુકાનદારને વેચતા હતાં. ઘર પર ચાર સિલાઇના મશીન છે. જેના પર કારીગરો કામ કરતાં હતાં. પપ્પાના મોત પછી કારીગર પણ આવતા નહોતાં.”

મજબૂર થઈને સંભાળ્યો પિતાનો બિઝનેસ
માહીએ જણાવ્યું કે, ” પિતાના મોત પછી ઘર પર ખાવા પીવામાં મુશ્કેલી થતી હતી. દાદા રાજકુમાર 70 વર્ષના છે અને તે બીમાર છે. ઘરમાં દાદી અને મા છે.” તેમણે જણાવ્યું કે, ”એવમાં મેં પપ્પાના બિઝનેસને સંભાળી લીધો અને ઘરમાં બનાવેલાં કેટલાક રેડીમેડ શર્ટને ફૂટપાથ પર લઈ જઈને વેચવા લાગી.”

”મર્યા પહેલાં દીકરીને ખવડાવ્યો આઇસ્ક્રીમ તથા પેસ્ટ્રી”
માહીએ જણાવ્યું કે, ” તેમના પપ્પા તેને દરરોજ પેસ્ટ્રી અથવા આઇસ્ક્રીમ ખવડાવતા હતાં.” તે લગભગ તેના પપ્પાને ખબર હતી કે, તે બચશે નહીં. એટલે મર્યા પહેલાં પણ તેમની દીકરીને આઇસક્રીમ તથા પેસ્ટ્રી મંગાવીને ખવડાવી હતી.

”પપ્પાની ખૂબ જ યાદ આવે છે”
તેને ભારે અવાજે કહ્યું કે, ”હવે કોણ પેસ્ટ્રી અને આઇસક્રીમ ખવડાવશે. પપ્પાના ગયા પછી તેમનું ઘર વિખેરાઈ ગયું છે. એકલી હોવ ત્યારે પપ્પાની ખૂબ જ યાદ આવે છે.” કેટલાક સમાજસેવીઓએ આ પરિવારનું વીજળીનું બિલ તથા અન્ય રીતે પરિવારની મદદ કરી છે.

DMએ કહ્યું કે, ” પરિવારને મળશે આર્થિક મદદ”
જિલ્લાધિકારી ઇન્દ્ર વિક્રમ સિંહે જણાવ્યું કે, ”આ બાબતને ધ્યાનમાં લીધી છે. કોરોનાથી જિલ્લામાં ઘણાં આવા લોકોનું વિવરણ સંકલિત કરવામાં આવી રહ્યું છે. જે બાળકો અનાથ થઈ ગયા છે અથવા જેમના ઘરમાં કમાઉ વ્યક્તિનું મોત થયું છે તેમને 18 વર્ષની ઉંમર સુધી ચાર હજાર રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે. આ રૂપિયા બાળકોના અભિભાવકોને મળશે.”

બાળકોને સ્કૂલમાં દાખલ કરવાની પણ વ્યસ્થા કરવામાં આવશે.
ઇન્દ્ર વિક્રમ સિંહે જણાવ્યું કે, ”આ માટે એક ટીમ કાર્ય કરી રહી છે. જે 25 જૂન સુધી જે પ્રકરણ આવશે તેનું વિસ્તરણ કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, જે બાળકો ભણી રહ્યા છે તેમને સરકારી સ્કૂલ, કસ્તુરબા સ્કૂલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.”

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities ? into this exciting adventure of imagination and let your mind soar! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page