Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightઅમદાવાદનો કિસ્સો: છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહેતી પત્નીનો પતિએ પીછો કરીને ફ્રેન્ડશીપ-ડેના...

અમદાવાદનો કિસ્સો: છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહેતી પત્નીનો પતિએ પીછો કરીને ફ્રેન્ડશીપ-ડેના દિવસે જ મિત્રો સાથે પકડી

અમદાવાદ: પત્ની રવિવારે મિત્રો સાથે ફ્રેન્ડશિપ-ડે ઊજવવા સેટેલાઈટમાં આવેલા મોકા કાફેમાં પહોંચી હતી. નોંધનીય છે કે, પતિ શંકાશીલ હોવાથી પત્ની ત્રણ વર્ષથી અલગ રહેતી હતી. બીજી બાજુ પત્ની મિત્રો સાથે ફ્રેન્ડશિપ-ડે સેલિબ્રેટ કરવા જવાની હોવાનું પતિ સારી રીતે જાણતો હોવાથી તે સવારથી જ પત્નીની વોચમાં લાગી ગયો હતો. જોકે પત્ની કાફેમાં પહોંચી તેની પાછળ જ પતિ ત્યાં પહોંચી ગયો હતો અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ બધાંના ફોટા પાડી લીધા હતા.

મૂળ જૂનાગઢના વતની યુવતીનાં લગ્ન ફેબ્રુઆરી 2016માં મૂળ જૂનાગઢના વતની અને હાલમાં બોપલ શ્રી ચરણ એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત સાથે થયાં હતાં. લગ્નના 5થી 6 મહિના સુધી પત્ની અને સ્મિત સાથે રહ્યા હતા. પરંતુ સ્મિતનો સ્વભાવ શંકાશીલ હોવાથી નાની નાની બાબતે ઝઘડો કરી મારઝૂડ કરતો હોવાથી પત્ની બોપલ બાલેશ્વર વિહારમાં માતા-પિતા-ભાઈ સાથે રહે છે.

પત્ની છેલ્લા 4 વર્ષથી અમદાવાદ-મહેસાણા હાઈવે પરના ઈન્દ્રાડ ગામ ખાતે એક કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરી રહી છે. જોકે રવિવારે ફ્રેન્ડશિપ-ડે હોવાથી મિત્રોને મળવા માટે પત્ની બપોરે 2.30 વાગ્યે ઘરેથી એકલી એક્ટિવા લઈને સેટેલાઈટ વિસ્તારમાં આવેલા મોકા કાફે પહોંચી હતી. જોકે પત્ની ત્યાં પહોંચીને હજુ તો મિત્રોને મળી રહી હતી ત્યા જ પતિ તેની પાછળ આવી પહોંચ્યો હતો.

પત્નીને મિત્રો સાથે જોઈને પતિ ગુસ્સે થઈ ગયો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યાર બાદ કહેતો કે આ છોકરી બહુ ચાલુ છે આને સમજાવો, આ બીજા છોકરાઓને મળવા જતી હતી કે તમને મળવા આવી છે, તેમ કહીને પત્ની સાથે ઝપાઝપી કરવા લાગ્યો અને ત્યાં હાજર પત્ની અને તેના ફ્રેન્ડઝના ફોટા પાડી લીધા હતા. આ અંગે પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પતિ અવાર-નવાર આ જ રીતે પત્નીનો પીછો કરતો હતો અને હેરાન પરેશાન કરતો હતો. જેથી 2 મહિના પહેલા પત્નીએ પતિ વિરૂદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેનો કેસ હાલમાં તપાસ ચાલુ છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Embark into this thrilling experience of discovery and let your imagination fly! ? Don’t just explore, savor the thrill! ? Your mind will thank you for this exciting journey through the dimensions of discovery! ?

  2. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! ? Dive into this exciting adventure of imagination and let your imagination roam! ? Don’t just explore, savor the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page