Monday, April 22, 2024
Google search engine
HomeFeature Rightકોલકત્તા કોર્ટે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ જારી...

કોલકત્તા કોર્ટે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંની વચ્ચે વિતેલા દોઢ વર્ષથી ચાલી રહેલો વિવાદ હવે ધરપકડ વોરન્ટ સુધી પહોંચી ગયો છે. પત્ની હસીન જહાં દ્વારા મારપીટ, રેપ, હત્યાની કોશિ અને ઘરેલુ હિંસા જેવા લગાવવામાં આવેલ ગંભીર આરોપને કારણે પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટમાં શમી વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે.

વર્ષ 2018માં મોહમ્મદ શમી વિરુદ્ધ તેની પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. શમી અને તેના ભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ 498A હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ અંતર્ગત કોલકાત્તાની કોર્ટે મોહમ્મદ શમીને કોર્ટમાં હાજર થવાનું કહ્યું હતું. જોકે શમી કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ રહ્યો હતો અને ACJMએ તેના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યું હતું. કોર્ટે શમીને 15 દિવસની અંદર સરેન્ડર કરવા જણાવ્યું છે. કોલકાતા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે, જો 15 દિવસમાં મોહમ્મદ સમી કોર્ટમાં હાજર નથી થતાં તો તેમની ધરપકડ કરવામાં આવે.

શમીની પત્ની હસીન જહાંએ કહ્યું હતું કે, જ્યારે આસારામ અને રામ રહીમ જેવા લોકો કાનૂનથી બચી શક્યા નથી તો શમી પણ નહીં બચી શકે. તેના કર્મોની સજા મળશે. શમીને બીસીસીઆઈનું સમર્થન છે અને કેટલાંક મોટા ખેલાડીઓ પણ સમર્થન કરી રહ્યાં છે. નહીંતર તે તેની ભૂલ સુધારત પરંતુ કેટલાંક ધમકાવતાં લોકોના કારણે તેણે આમ નથી કર્યું. હું છેલ્લા દોઢ વર્ષથી લડાઈ લડી રહી છું.

હું આશા ગુમાવી રહી હતી આર્થિક રીતે પણ હું મજબૂત નથી અને મને કોઈનું સમર્થન પણ નથી. હું ઘણી મહેનત કરી રહી છું પરંતુ મેં હાર માની નથી. એવું લાગી રહ્યું હતું કે, આ મામલો દબાઈ ગયો છે પરંતુ અલ્લાહનો આભાર છે કે સચ્ચાઈની જીત થઈ છે. મેં જેટલા પર આરોપ લગાવ્યા છે તે સાચા સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, હસીન જહાં અને શમીના લગ્ન 2014માં થયા હતા. હસીન એક મોડલ હતી. ત્યાર બાદ તે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયર લીડર બની ગઈ હતી. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી અને તેઓ એકબીજાને દીલ આપી બેઠા હતાં. ત્યાર બાદ શમીએ પરિવારની મરજી વિરૂદ્ધ જઈને હસીન સાથે લગ્ન કર્યા.

હસીનના પહેલા પતિનું નામ સૈફુદ્દીન હતું. તે પશ્ચિમ બંગળામાં સ્ટેશનરી દુકાન ચલાવે છે. હસીનના પૂર્વ પતિએ મીડિયાને જણાવ્યું હતું કે તે 10માં ધોરણથી એકબીજાના પ્રેમમાં હતા. તેમના લગ્ન 2002માં થયા હતા અને તેમને બે દીકરીઓ પણ છે. 2010માં બન્નેના છૂટાછેડા થયા હતા.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #MindBlown Embark into this thrilling experience of discovery and let your mind fly! ✨ Don’t just enjoy, savor the thrill! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

  2. I played on this gambling website and won a significant cash, but after some time, my mom fell ill, and I needed to cash out some earnings from my account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to the online casino. I request for your help in reporting this site. Please help me to achieve justice, so that others do not face the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page