બરોડાની ભાવિ વહુ અને હાર્દિક પંડ્યાની મંગતરે બિકીનીમાં ભર શિયાળે ગરમીનો પારો વધારો દીધો!!

Bollywood

મુંબઈઃ ઈન્ડિયન ક્રિકેટર હાર્દિક પંડ્યાએ અચાનક જ નવા વર્ષ પર ‘નચ બલિયે 9’ની સ્પર્ધક નતાશા સાથે સગાઈ કરીને તમામને આંચકો આપ્યો હતો. બંનેએ પોતાના સંબંધો ખાસ્સા સમયથી છુપાવીને રાખ્યા હતાં. જોકે, હાર્દિકે પહેલી જાન્યુઆરીએ દુબઈમાં સગાઈ કરી હતી. હાર્દિકે નતાશાને ડાયમંડ રિંગ પહેરાવી હતી.

બિકીનીમાં જોવા મળી બરોડાની ભાવિ વહુઃ
હાલમાં જ નતાશાએ પોતાની તથા હાર્દિકની જૂની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં નતાશા ડીપ લેક વન પીસ બિકીનીમાં જોવા મળી હતી. હાર્દિક પંડ્યા શોર્ટ્સમાં હતો. બિકીનીમાં નતાશાએ ભર શિયાળામાં ગરમીનો પારો વધારી દીધો હતો.

હાર્દિકનું નામ આ એક્ટ્રેસિસ સાથે જોડાયું હતું
હાર્દિક પંડ્યાનું નામ એલી અવરામ ઉર્વશી રાઉતેલા સહિતની એક્ટ્રેસિસ સાથે જોડાયું હતું. નતાશાની વાત કરીએ તો હાર્દિક સાથે સગાઈ કરી તે પહેલાં તેના સંબંધો ટીવી એક્ટર એલી ગોની સાથે હતાં. તેણે એલી સાથે ‘નચ બલિયે 9’માં પાર્ટિસિપેટ કર્યું હતું. એલી સાથેના બ્રેકઅપ બાદ નતાશાના સંબંધો અર્જુન રામપાલ સાથે હોવાનું ચર્ચાતું હતું. અર્જુન રામપાલની ફિલ્મ ‘ડેડી’માં નતાશાએ આઈટમ સોંગ પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *