Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodપ્રેમી સાથે ફરવા નીકળી હતી એક્ટ્રેસ, ખૌફનાક ટ્રેજડીનો બની ગઈ ભોગ

પ્રેમી સાથે ફરવા નીકળી હતી એક્ટ્રેસ, ખૌફનાક ટ્રેજડીનો બની ગઈ ભોગ

મુંબઈઃ ‘દિલ દિયા ગલ્લાં’ તથા ‘હાઇ એન્ડ યારિયાં’ જેવી ફિલ્મમાં કામ કરનારી મરાઠી એક્ટ્રેસ ઈશ્વરી દેશપાંડેનું કાર અકસ્માતમાં મોત થયું છે. ઈશ્વરીની સાથે સાથે તેના મિત્ર શુભમ દેડગેનું પણ મોત થયું છે. સૂત્રોના મતે, ઈશ્વરી મિત્ર સાથે કારમાં બાગા બીચ જતી હતી અને ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના સોમવાર, 20 સપ્ટેમ્બરની હતી.

ગાડીનો દરવાજો લૉક હતોઃ 25 વર્ષીય ઈશ્વરી કરિયરમાં ધીમે ધીમે ચાલી રહ્યું હતું. બંને મિત્રો એક જ કારમાં હતા અને તેમની કાર નદીમાં પડી હતી. ગાડી સેન્ટ્રલી લૉક હતી અને તેથી જ બંને ગાડીમાંથી બહાર નીકળી શક્યા નહીં. ધીમે ધીમે કાર પાણીમાં ડૂબી ગઈ અને આ જ કારણે બંનેનું ડૂબી જવાને કારણે મોત થયું હતું.

ટૂંક સમયમાં લગ્ન થવાના હતાઃ જે જગ્યાએ દુર્ઘટના થઈ તે અપૂર્વ ગામની નજીક હતી. ઈશ્વરી તથા શુભમ સારા મિત્રો હતો. તેઓ 15 સપ્ટેમ્બરના રોજ ગોવા ફરવા આવ્યા હતા.

બંને નાનપણના મિત્રો હતા. સૂત્રોના મતે, શુભમ તથા ઈશ્વરી એકબીજાના પ્રેમમાં હતાં અને લગ્ન કરવાના હતા. ઈશ્વરી મરાઠી તથા હિંદી ફિલ્મમાં કામ કરી ચૂકી છે. જોકે, આ બંને ફિલ્મ હજી સુધી રિલીઝ થઈ નથી.

ડ્રાઇવરે કંટ્રોલ ગુમાવ્યોઃ સૂત્રોના મતે, દુર્ઘટના ડ્રાઇવરે કાર પરથી કંટ્રોલ ગુમાવતા થયો હતો.

કંટ્રોલ ગુમાવતા કાર બીજી લેનમાં જતી રહી હતી અને ત્યાંથી નદીમાં પડી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #AdventureAwaits ? into this cosmic journey of knowledge and let your mind roam! ✨ Don’t just enjoy, savor the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page