Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightકન્ટેનર સાથે કાર ધડાકાભેર અથડાતાં પતિ-પત્ની અને 3 લાડડી દીકરીઓના કમકમાટી ભર્યા...

કન્ટેનર સાથે કાર ધડાકાભેર અથડાતાં પતિ-પત્ની અને 3 લાડડી દીકરીઓના કમકમાટી ભર્યા મોત

બસ્તીઃ ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક ભીષણ અકસ્માત થયો હતો. ઝડપી ગતિએ જતી કાર અનિયંત્રિત થઈ એનએચ-28 પર એક હોટલ પાસે ઉભા રહેલા કન્ટેનરમાં ધસી ગઈ હતી. ઝડપ એટલી હતી કે કારના ભુક્કા બોલાઈ ગયા હતા. અકસ્માતમાં પતિ-પત્ની અને 3 દીકરીઓનાં મોત થયા હતા, જ્યારે એક દીકરી સુરક્ષિત છે. કાર ડ્રાઈવરની સ્થિતિ ગંભીર છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઈજાગ્રસ્તો અને પીડિતોને દરેક પ્રકારની મદદ પહોંચાડવાની વાત કહી હતી અને આ માટે અધિકારીઓને સૂચના આપી હતી. તમામ મૃતદેહોને ગેસ કટર વડે કાપીને બહાર નીકાળવામા આવ્યા હતા. કારમાં ડ્રાઈવર સહિત 7 લોકો સવાર હતા. જેમાં એક જ પરિવારના 6 લોકો સામેલ હતા. તેમાંથી 13 વર્ષીય અનમ જ સુરક્ષિત બચી હતી.

આ અકસ્માતમાં અબ્દુલ અઝીઝ (50), નરગિસ તવસ્સુમ (48), તિઉરા (10), સુબા (10) અને અન્ય એક બાળકીનું મોત થયું હતું. 50 વર્ષીય અબ્દુલ અઝીઝ લખનૌના શારદા નગરમાં પત્ની અને 4 દીકરીઓ સાથે રહેતા હતા. અહીં તેઓ પ્રોપર્ટી ડિલર તરીકે કામ કરતા હતા. અબ્દુલનું સાસરી ઝારખંડમાં છે.

સાસુના નિધનની માહિતી મળતા પરિવારજનો ઝારખંડ જવા નીકળ્યા હતા. શારદાનગરનો અભિષેક કાર ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં સુરક્ષિત બચેલી અનમે જણાવ્યું કે,‘અમે બધા સુતા હતા. અચાનક ધડાકાભેર અવાજ સાથે ટક્કર થઈ હતી. માતા, પિતા અને અમે બધા ફસાઈ ગયા હતા.

મારી આસપાસ લોહી જ લોહી દેખાતું હતું. કોઈ કંઈજ બોલી રહ્યું નહોતું. અમને પછી બધાએ બહાર કાઢ્યા.’ બસ્તી વિસ્તારમાં 4 દિવસ અગાઉ પણ એક માર્ગ અકસ્માત થયો હતો. એક પ્રાઈવેટ બસ અનિયંત્રિત થઈ ટ્રેલર સાથે ટકરાઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા હતા અને 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated on this online casino site and won a considerable amount, but after some time, my mom fell ill, and I needed to take out some earnings from my account. Unfortunately, I experienced issues and could not finalize the cashout. Tragically, my mom passed away due to such casino site. I request for your help in reporting this website. Please help me to obtain justice, so that others won’t have to experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ????

  2. I participated on this online casino site and succeeded a significant sum of money, but later, my mother fell sick, and I wanted to cash out some money from my casino account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to such casino site. I plead for your assistance in lodging a complaint against this website. Please assist me to obtain justice, so that others do not experience the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page