Monday, April 15, 2024
Google search engine
HomeNationalVideo: માતા-પિતાએ બનાવેલા ઘર પર પુત્ર-વહુએ જમાવ્યો કબજો, રડતાં-રડતાં માતા-પિતાએ ઠાલવી વ્યથા

Video: માતા-પિતાએ બનાવેલા ઘર પર પુત્ર-વહુએ જમાવ્યો કબજો, રડતાં-રડતાં માતા-પિતાએ ઠાલવી વ્યથા

ગાઝિયાબાદ: ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક કળિયુગી દીકરો અને વહુ માતા-પિતાને કેટલી હદે હેરાન કરી રહ્યા છે જેના કારણે તેમને આવું પગલું ભરવું પડ્યું. જી, હાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ દંપત્તિની મદદ એટલી હદે વાયરલ થઈ છે કે, તેમનો અવાજ સીધો પ્રશાસનના કાન સુધી પહોંચ્યો છે અને સ્થાનિક પ્રશાસને સમાધાન પણ કરાવી દીધું હતું.

આ વીડિયોમાં દીકરાની માતા ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા છે, જ્યારે તેમના પિતા રૂંધાતા-દબાતા અવાજે પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. આ વીડિયો સાંભળી ભલભલાની આંખો ભીની થઇ જશે.
સોશિયલ મીડિયામાં ગાઝિયાબાદમાં રહેતા એક દંપત્તિએ વીડિયો બનાવી અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં વૃદ્ધ પતિ-પત્ની પોતાના દીકરા અને વહુના ટોર્ચરનો ઉલ્લેખ કરી રહ્યા હતા. વીડિયોમાં બંને દીકરા અને વહુની હરકતો વિશે જણાવી રહ્યા હતા. તેમણે પોતાની કમાણીમાંથી ઘર બનાવ્યું અને હવે દીકરો અને વહુ ઘરમાંથી કાઢી મૂકવા માટે તુલા થયા છે. દંપત્તિ એમ પણ કહે છે કે, તેમને દીકરા સિવાય એક દીકરી છે જેના લગ્ન થઈ ચૂક્યા છે.


68 વર્ષના ઇંદ્રજીત ગ્રોવરના હૃદયની બીમારી છે અને તેમની પત્નીના ઘૂંટણનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. બંને બીમાર અવસ્થામાં પોતાની વૃદ્ધાવસ્થા પસાર કરી રહ્યા છે. વીડિયોમાં ઈન્દ્રજીત પોતાની વ્યથા જેવી જણાવે છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. ઇંદ્રજીત રૂંધાતા અવાજે બોલતા તેમણે આ સંબંધમાં જિલ્લાના ડીએમને પત્ર પણ લખ્યો છે પરંતુ બચાવમાં કોઇ ઉભું નથી.

તેમણે એમ પણ કહ્યું હતું કે, વહુ તેમના પર ખોટા આરોપ મૂકે છે જેથી અમે આત્મહત્યા કરવા પર મજબૂર થઈ જાય. વીડિયો તેમની સાથે તેમના પત્ની પણ છે જે સતત ધ્રુસકે-ધ્રુસકે રડતાં જોવા મળી રહ્યા છે.

આ વીડિયો જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે ડીએમના સંપર્કમાં આવ્યો કે તરત જ તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ સમસ્યાને ઉકેલી. જિલ્લાધિકારીએ કહ્યું કે આ આખો પારિવારિક કલેશ છે. હવે દીકરાએ લેખિતમાં પ્રશાસનને લખીને આપી દીધું છે કે તેમની પત્ની સાથે તેઓ 10 દિવસની અંદર ઘર ખાલી કરીને જતાં રહેશે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? ? into this cosmic journey of imagination and let your thoughts roam! ? Don’t just read, experience the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page