Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodવિવેક ઓબેરોયે એશનું અપમાન કરતાં જ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો પતિ...

વિવેક ઓબેરોયે એશનું અપમાન કરતાં જ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો પતિ અભિષેક બચ્ચન!

મુંબઈઃ વિવેક ઓબેરોયે ઐશ્વર્યા રાયની મજાક ઉડાવતી મીમ ટ્વિટર પર શૅર કર્યું હતું. આ મુદ્દે વિવાદ વધતા વિવેકે અંતે માફી માંગીને ટ્વીટ ડિલીટ કરી હતી. જોકે, આ ટ્વીટથી બચ્ચન પરિવાર ઘણો જ દુઃખી થયો છે. તેમાં પણ અભિષેક બચ્ચન ગુસ્સે થયો છે.

પત્ની એશે પાડ્યો શાંત
વિવેક ઓબેરોયે જ્યારે ટ્વીટ કરી ત્યારે એશ ફ્રાંસના કાનમાં હતી. જ્યારે તેને આ ટ્વીટ અંગે જાણ થઈ તો તેણે અભિષેકના ગુસ્સાને શાંત રાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આ ટ્વીટ જોઈને અભિષેકનું લોહી ગુસ્સાથી ગરમ થઈ ગયું હતું. જોકે, એશે પોતાની સમજણથી પતિદેવ અભિને શાંત પાડ્યાં હતાં. એશના મતે, વિવેકે માત્રને માત્ર પોતાની આગામી ફિલ્મ પીએમ મોદીની બાયોપિકની પબ્લિસિટિ માટે જ આમ કર્યું હતું. હવે જો પતિ અભિષેક આ ટ્વીટ પર જવાબ આપે તો વાત વધુ વણસે અને વિવેકને માત્ર એક ટ્વીટથી જ જબરજસ્ત પબ્લિસિટિ મળી જાય પરંતુ એશને વિવેકના કારસ્તાનનો ખ્યાલ આવી ગયો હતો અને તેણે પતિને આમ કરતા રોક્યો હતો.

શું હતું ટ્વીટમાં
વિવેકે જે ટ્વીટ શૅર કરી તેમાં ઐશ્વર્યા સૌ પહેલાં સલમાન, પછી વિવેક ને અંતે પતિ અભિ ને દીકરી આરાધ્યા સાથે જોવા મળે છે. સલમાનવાળી તસવીર લખ્યું હોય છે ઓપિનિયન પોલ, વિવેકવાળી તસવીર પર એક્ઝિટ પોલ અને અભિવાળી તસવીર પર લખ્યું હોય છે રિઝલ્ટ…!

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of discovery and let your mind soar! ✨ Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page