Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratહચમચાવી મૂકતો કિસ્સો, યુવતીને પતિએ તરછોડી, હવે બે વર્ષની દીકરીને મૂકીને...

હચમચાવી મૂકતો કિસ્સો, યુવતીને પતિએ તરછોડી, હવે બે વર્ષની દીકરીને મૂકીને પોતે જ અનંતની વાટ પકડી લીધી

કોરોના કપરાકાળમાં એક પછી એક હચમચાવી દેતા બનાવો સામે આવી રહ્યા છે. આવો જ એક બનાવ પાલનપુરના ડીસામાં સામે આવ્યો છે. જ્યાં છુટાછેડા બાદ એક યુવતીએ દીકરીને જન્મ આપ્યો હતો. યુવતીને એક વર્ષ પહેલા બ્રેઈન ટ્યુમર અને પછી કોરોના થયો હતો. યુવતી કોરોના સામે તો જંગ જીતી લીધો હતો, પણ બ્રેઈન ટ્યુમરના કારણે એક વર્ષથી કોમામાં સરી પડી હતી. દરમિયાન ગઈ કાલે તેણે અનંતની વાટ પકડી હતી. માતા વિનાની નોંધારી બનેલી દીકરીને હવે તેની માસી યશોદા બનીને ઉછેરશે.

ડીસાનો હ્દય દ્રાવક કિસ્સો ભલાભલા પાષાણ હ્દયના વ્યકિતની આંખમાં ઝળઝળીયા લાવી દે તેવો છે. મુળ અંબાજીના સુરેશજી ઠાકોર તેમની પત્ની અને પરિવાર સાથે વ્યવસાય અર્થે ડીસા એરપોર્ટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. તેમની સૌથી મોટી દીકરી રીનાબેનના લગ્ન સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે કર્યા હતા. જોકે, પતિ-પત્નીને ન બનતાં રીનાબેન સર્ગભા હતા ત્યારે તેમના પતિથી છુટાછેડા લઇને માતા- પિતાના ઘરે ડીસા જ રહેતા હતા.

રીનાએ ડીસા પિયરમાં એક બે વર્ષ અગાઉ દીકરી જાનકીને જન્મ આપ્યો હતો. જોકે, જાનકીના નસીબમાં કદાચ માતાની મમતા ઝાઝા દિવસ સુધી નહી રહે એવા વિધાતાના લેખ લખાયા હોય તેમ એક વર્ષ અગાઉ રીનાબેનને બ્રેઇન ટ્યુમરની બિમારી થઇ હતી. બાદમાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં રીનાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

રીના સારવાર દરમિયાન કોરોના સામે તો જંગ જીતી ગઈ હતી પરંતુ બ્રેઇન ટયુમરનું ઓપરેશન કર્યા પછી તેઓ કોમામાં જતી રહી હતી.. અને ઘરે પથારીવશ હતા. જેઓ બુધવારે જીવન સામેનો જંગ હારી ગયા હતા. દરમિયાન તેમની બે વર્ષની દીકરી જાનકી નોધારી બની જતાં તેની માસી ઉમાબેન અને હિરલબેન યશોદા બની ઉછેર કરશે.

દીકરીની માસી ઉમાબેન ઠાકોરે જણાવ્યું હતું કે ભાણીના જીવનમાં માની ખોટ કદી નહી આવવા દઇએ મારી બહેનને બચાવવા માટે ખુબ પ્રયત્નો કર્યા પરંતુ આખરે તેનું નિધન થયું તેની દીકરી જાનકી અમારા કાળઝાનો કટકો છે. તેને કોઇ ઓછુ ન આવે તે રીતે અને જીવનમાં માતાની ખોટ ન સાલે તે રીતે સાર- સંભાળ રાખી મોટી કરીશુ.

રીનાબેનનો પરિવાર આર્થિક રીતે ગરીબ હોવાથી ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની અને તેમની ટીમે ઓપરેશનનો રૂપિયા 1.50 લાખ જેટલો ખર્ચો ઉઠાવ્યો હતો. જે બાદ રીનાબેનનું નિધન થતાં અંતિમ ક્રિયા સહિત 12 દિવસનો તમામ ખર્ચો કરવા હોઈ માનવતાંની મિશાલ પુરી પાડી છે.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page