Tuesday, April 23, 2024
Google search engine
HomeRecipeઆજે મોદી મહેમાનોને જમાડશે રાયસિના દાળ તો તમે રાહ કોની જુઓ છો,...

આજે મોદી મહેમાનોને જમાડશે રાયસિના દાળ તો તમે રાહ કોની જુઓ છો, બનાવો ઘરે એવી જ ટેસ્ટી દાળ

અમદાવાદઃ 30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. શપથમાં આવનાર મહેમાનોને રાષ્ટ્રપતિ ભવનની ખાસ ડિશ ‘રાયસિના દાળ’ પીરસવામાં આવશે. રાયસિના દાળ બનાવવામાં સામાન્ય દાળ કરતાં વધુ સમય જાય છે. આપણે ભલે રાષ્ટ્રપતિ ભવનની આ સ્પેશિયલ ડિશ ત્યાં જઈને ના ખાઈ શકીએ પરંતુ ઘરે તો બનાવી જ શકીએ છીએ ને. તો ચાલો આજે આપણે પણ ડિનરમાં ખાઈશું રાયસિના દાળ.

સામ્રગીઃ

– 1/2 કપ અડદની દાળ (બાફેલી)
– 1/2 નાની ચમચી જીરું
– એક ડુંગળી (બારીક સમારેલી)
– એક મોટી ચમચી આદુ (બારીક પીસેલું)
– એક મોટી ચમચી લસમ (બારીક પીસેલું)
– 2-3 લીલા મરચા (બારીક સમારેલા)
– 1 ટામેટું (બારીક સમારેલું)
– એક નાની વાટકી ટોમેટો પ્યૂરી
– એક નાની ચમચી જીરું પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો, હળદર, કસૂરી મેથી,
– એક મોટી ચમચો ક્રીમ
– 2 ચમચા તેલ
– એક ચમચો માખણ
– પાણી તથા મીઠું સ્વાદાનુસાર
– ગાર્નિશિંગ માટે કોથમીર

રીતઃ
1. મીડિયા આંચ પર એક પેનમાં એક ચમચી તેલ તથા એક ચમચી માખણ ગરમ કરવા મૂકો
2. તેલ તથા માખણ ગરમ થતાં જ જીરાથી વઘાર કરો
3. જીરું તતડવા લાગે એટલે ડુંગળી, લસણ તથા આદુ નાખો
4. ડુંગળી સહેજ લાલ થાય એટલે તરત જ ટામેટા તથા ચપટી મીઠું નાખું અને તરત જ થોડુંક પાણી નાખો, જેથી ગ્રેવી બળે નહીં.
5. પેસ્ટ તેલ છોડવા લાગે એટલે તેમાં ટામેટાની પ્યૂરી, ધાણાજીરું, જીરા પાવડર, ગરમ મસાલો, લીલું મરજી નાખો અને પાંચ મિનિટ સુધી ચઢવા દો
6. પાંચ મિનિટ બાદ બાફેલી દાળ નાખો અને બરોબર મિક્ષ કરો. હવે પાણી નાખીને 10 મિનિટ સુધી ઢાંકીને ચઢવા દો
7. 10 મિનિટ બાદ કસૂરી મેથી, કોથમીર વધેલું આદું તથા ક્રીમ નાખીને બરોબર હલાવો
8. તમામ વસ્તુઓ યોગ્ય રીતે મિક્ષ કર્યાં બાદ બે મિનિટ સુધી ચઢાવો અને ત્યારબાદ આંચ બંધ કરી દો
9. તૈયાર છે દાળ રાયસિના

આ બાબતો ધ્યાનમાં રાખવીઃ
– અડદની દાળને બાફતા પહેલાં થોડા કલાક (2-3 કલાક) પલાળીને રાખવી
– અડદને બાફતા સમયે તમાલ પત્ર પણ નાખવું
– બાફતી વખતે દાળમા વધુ પાણી ના નાખવું, વધુ પાણી હશે તો દાળ પાતળી બનશે
– તેલ તથા માખણ બંને નાખવાથી દાળનો ટેસ્ટ સારો આવે છે

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Dive into this exciting adventure of imagination and let your imagination fly! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page