Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightઆ છે ગોલ્ડમેડાલિસ્ટ નીરજ ચોપરાનું ઘર, આખી રાત જાગીને માતાએ સવારે કરી...

આ છે ગોલ્ડમેડાલિસ્ટ નીરજ ચોપરાનું ઘર, આખી રાત જાગીને માતાએ સવારે કરી પૂજા

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતીને લાવનારા નીરજ ચોપરાના ગામ ખાંડરામાં ઉત્સવનો માહોલ છે. ઢોલ-નગારા સાથે પરિવારના દરેક સભ્યોથી ગામલોકો ઝૂમી રહ્યા છે. તો નીરજના દાદીએ પૌત્રનું સ્વાગત કરવા માટે ખાસ તૈયારી કરી છે. નીરજના દાદીએ કહ્યું કે, ‘‘ જ્યારે મારો પૌત્ર ઘરે આવશે ત્યારે તેને પોતાના હાથે બનાવેલું ચૂરમું ખવડાવીશ.’’ તો બહેનોએ કહ્યું કે, ‘‘ ભાઈ માટે રક્ષાબંધન પર ખાસ તૈયારી કરી છે. આ વખતે આ તહેવાર સૌથી અલગ હશે. ’’ મહત્ત્વનું છે કે, મેચના દિવસે નીરજ ચોપરાના ઘરે અને ગામમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી. દરેક લોકોએ એક સાથે નીરજની ઐતિહાસિક જીત જોઈ હતી.

નીરજે ગોલ્ડ મેડલ જીત્યા પછી તેમના પરિજનોના ખુશીના આંસુ રોકાયા નહોતા. તો બહેન ગીતા અને સરિતાએ કહ્યું કે, ‘‘ તેમના ભાઈએ રક્ષાબંધન પર જે ભેટ આપી છે, તે કોઈ બહેનને મળતી નથી. જેને અમે જ નહીં પણ આખો દેશ ભૂલી શકશે નહીં. આ ભેટ દુનિયાની સૌથી મોટી ભેટ છે. ’’

તો નીરજની માએ કહ્યું કે, ‘‘ મારા દીકરાને જે સફળતા મેળવી છે તેની પાછળ 11 વર્ષની મહેનત છે. એટલા માટે તેણે વર્ષો સુધી મહેનત કરીને પરસેવો વહેવડાવ્યો છે. આજે આખું ગામ તેના જયકારાથી ગૂંજી ઉઠ્યું છે. તે જ્યારે આવશે ત્યારે તેને મનપસંદ ખાવાનું બનાવીને ખવડાવીશ. ’’

નીરજ ચોપરાના પિતા સતીશ ચોપરાએ કહ્યું કે, ‘‘ દીકરાએ એક પિતાની છાતી જ નહીં પણ આખા દેશનું નામ ગર્વથી ઊંચુ કરી દીધું છે. ’’ આ ઉપરાંત તેમણે કહ્યું કે, ‘‘ અમે સવારથી જ ટીવી ઓન કરીને બેસી ગયા હતાં. મા, બહેન અને પાડોશીની મહિલાઓએ અમારા ઘરે મેચ જોઈ હતી. જેવો દીકરાએ ભાલો ફેંકી સોનું જીત્યું ત્યારે અમારી આંખમાંથી આંસુ સરી પડ્યા હતાં. ’’

આ ફોટો નીરજના ખાંડરા ગામનો છો. અહીં દરેક ઘરમાં લોકો ખુશીથી નાચતા દેખાતા હતાં. લોકોએ પોતાના ઘરની સામે નીરજનો ફોટો લગાડ્યો છે. એટલું જ નહીં ગામના ચાર રસ્તા અને રોડ પર મેચ જોવા માટે સ્ક્રીન લગાવી હતી. જેવી નીરજે આ ગેમ જીતી ત્યારે આખું ગામ નીરજ-નીરજના નામથી ગૂંજી રહ્યું હતું. લોકો ગોલ્ડન બોયના નામના જયકારા લગાવતાં હતાં.

નીરજના કાકા ભીમ ચોપરાએ જણાવ્યું કે, ‘‘ ટોક્યો ગયા પછી નીરજ સાથે એકવાર પણ વાત થઈ નથી. આઠ દિવસ પહેલાં નીરજનો વીડિયો કોલ આવ્યો હતો. તેણે ઘરના દરેક સભ્યો સાથે વાત કરી હતી. તેનો આ પછી કોઈ કોલ આવ્યો નહોતો. ફાઇનલમાં પ્રવેશ કર્યા પછી બુધવારે પણ નીરજનો કોલ આવ્યો નહોતો. ’’ તેમના કાકાએ વધુમાં જણાવ્યું કે, ‘‘ તે ક્યારેય દેખાડો કરવામાં ધ્યાન આપતાં નથી, પણ પોતાના સમયનો સદઉપયોગ કરી અભ્યાસ કરે છે. ’’

અફવાઓ અને નકારાત્મક વસ્તુથી દૂર રહેવા માટે નીરજ ચોપરા લગભગ બે વર્ષથી સોશિયલ મીડિયાથી દૂર છે. સોશિયલ મીડિયા પર તેમનો ફોટો પણ મેનેજર અપલોડ કરે છે. નીરજના કાકાએ જણાવ્યું કે, ‘‘ નીરજ હંમેશા સકારાત્મક રહે છે. નીરજ ચોપરાના ઘરના ગેટ પર ઓલિમ્પિક રિંગોના પાંચ કલરના નિશાન છે. સાથે જ ભારતનો ત્રિરંગો પણ લગાવ્યો છે. ’’

શિવાજી સ્ટેડિયમમાં પહેલીવાર ભાલો ફેંકવાથી સફર શરૂ કરનારા નીજર ચોપરાએ પાણીપત પછી યમુનાનગર, પછી પટિયાલા અને ઓલિમ્પિક માટે જર્મનીમાં ટ્રેનિંગ લીધી હતી.

ભારતીય સેનામાં ભરતી થયાં પછી નીરજને ફરીથી આંતરરાષ્ટ્રીય રમત અને ઓલિમ્પિક રમતની આશા દેખાઈ હતી. વર્ષ 2016માં જ વર્લ્ડ યૂ-2020માં તેમણે પહેલા આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલાં નીરજ પાસે તૈયારી માટે પૂરતી સુવિધા નહોતી. પણ ભારતીય સેનામાં સૂબેદાર હોવાને લીધે તેમની તૈયારી વધુ સારી રીતે થઈ હતી. વર્ષ 2016માં જ વર્લ્ડ યૂ-2020માં તેમણે પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો હતો

જમણા હાથની કોણીમાં ઇજા થયા પછી નીરજે ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યું હતું. ઈજા થવાને લીધે નીરજ ઘણાં મહિના રમતથી દૂર રહ્યો હતો. સાજા થયા પછી નીરજે દમદાર વાપસી કરી હતી. સાઉથ આફ્રિકામાં આયોજિત એથલેટિક્સ સેન્ટ્રલ નોર્થ ઈસ્ટ મીટમાં 87.86 મીટર ફાલો ફેંકી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યું છે. આ પહેલાં કોણીમાં ઈજા થવાને લીધે છ મહિના અભ્યાસ થયો નહોતો. કોણીની સર્જરી કરાવ્યા પછી નીરજે ડૉક્ટર ક્લાઉસ પાસેથી ટ્રેનિંગ લેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.

નીરજનો સંયુક્ત પરિવાર છે. પરિવારમાં 19 સભ્યો છે. ત્રણ કાકા અને તેમના સ્વજનો એક જ છત નીચે રહે છે. કાકા-દાદાના છ ભાઈઓમાં નીરજ સૌથી મોટા ભાઈ છે. પરિવારના સૌથી લાડકા પણ છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged on this gambling website and managed a considerable amount, but after some time, my mom fell ill, and I required to take out some earnings from my casino account. Unfortunately, I experienced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to the gambling platform. I implore for your help in lodging a complaint against this website. Please assist me in seeking justice, so that others won’t have to experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page