Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratભાવનગરવાસીઓને સલામ: નિરાધાર પત્નીને હિમાચલપ્રદેશમાં ઘરે પહોંચાડી, વિમાનમાં વતન છોડવા ગયા

ભાવનગરવાસીઓને સલામ: નિરાધાર પત્નીને હિમાચલપ્રદેશમાં ઘરે પહોંચાડી, વિમાનમાં વતન છોડવા ગયા

કોરોના કાળમાં તો પોતાનો પરિવાર પણ સાથ છોડી દે તેવા અસંખ્ય કિસ્સા વચ્ચે ભાવેણાવાસીઓને ગૌરવ થાય તેવી માનવતાની હૂંફ પુરી પાડી છે. હિમાચલ પ્રદેશથી રોજગારી માટે આવેલો યુવાન કોરોનાની લપેટમાં આવી જઈ કોરોનાના કાળનો કોળીયો બની જતા નિરાધાર બનેલી તેની પત્નીને હોસ્પિટલમાં હતો ત્યારે અને ત્યારબાદ સતત આશરો આપી એર ફ્લાઇટમાં યુવતીને તેના પરિવારને વતનમાં સોંપી ભાવેણાની ભાવસભરતાને ઉજળી કરી હતી.

કોઈવાર એવા બનાવો પણ બને છે કે, ભોગ બનનારને ભગવાન પર થી ભરોસો જ ઊઠી જાય છે. સાંભળીને પણ રૂવાડા ઉભા થઈ જાય તેવી જ ઘટના એક હિમાચલ પ્રદેશના યુગલ સાથે બની. હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામમાંથી ભાવનગરમાં રોજગારી માટે આવેલા આર્થિક સાધારણ પરિસ્થિતિના પરિવારનો યુવાન અજય ઠાકુર (અજ્જુ) તેની પત્ની વર્ષા (મનુ) સાથે ભાડે મકાન રાખી રહેતો હતો. પ્રેમ લગ્ન કર્યાને તો દોઢ વર્ષ થયું પરંતુ રોજગારીમાં આમતેમ ભટકવાને કારણે બન્ને પ્રેમી પંખીડા એકબીજાની સાથે બે ત્રણ મહિનાથી માંડ સાથે રહેતા હતાં. પ્રેમમાં ઓતપ્રોત થયેલા યુગલને એકબીજા વગર એક પળ કાઢવી પણ એક ભવ જેવી હતી. સામાન્ય રકમના પગારમાં ભાડુ ભરવાનું, વતનમાં પણ રૂપિયા મોકલવાના, ઘર પણ ચલાવવાનું, લગ્ન સમયે ઉછીના લીધેલા કટકે કટકે ચુકવવાના અને વધે તો એકબીજા પર વાપરવાના.પરંતુ જાણે કુદરતને પણ એકબીજાની નજદીકી જોવાઈ ના હોય તેમ અજયને કોરોનાએ લપેટમાં લઈ લીધો.

ગંભીર અસર ના હતી જેથી તેને ઘરશાળાના કોવિડ આઈસોલેશન સેન્ટરમાં દાખલ કરાયો. 25 વર્ષીય વર્ષા માટે ભાવનગર સાવ નવુ સ્થળ અને તેના કોઈ સગા સબંધી તો ના હતાં પરંતુ તેના વતનના પણ ભાવનગર છોડી ચાલ્યા ગયા હતા. વર્ષા સાવ નિરાધાર થઇ ગઈ. તેના પ્રેમી પતીને છોડીને એક મિનિટ પણ દૂર જવા ઈચ્છતી ના હતી. તેની સ્થિતિ જોઈ એક દિવસ ઘરશાળામાં જ રાખી. પરંતુ માનસિક રીતે ભાંગી ગયેલા અજયની તબિયત બગડતી ગઈ અને તેને સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયો. ત્યાં પણ હોસ્પિટલની બહાર વર્ષા રહેતી હતી. ઘરશાળા સંસ્થા અને તેના પૂર્વ વિદ્યાર્થીઓએ વર્ષાને એકલી પડવા ના દીધી સતત તેની સાથે રહ્યા. ઘરશાળા અને ઈસ્કોન ક્લબ દ્વારા તેને આર્થિક રીતે પણ સાથે રહ્યા.

પરંતુ આ શુ ગણતરીના દિવસોમાં જ મનથી હિમ્મત હારી ગયેલા અજય પર કોરોના સવાર થઈ ગયો. વર્ષા સતત હિમ્મત આપતી રહી પરંતુ કોરોનાનો મનમાં ધુસી ગયેલા ડર પર કાબુ ના કરી શક્યો. અંતે અજયનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. પ્રેમી પંખાડા ગણતરીના મહિનામાં જ વિખુટા પડી ગયા. ભાવનગરમાં નિરાધાર બનેલી વર્ષાને ઘરશાળાએ પરિવારની “હૂંફ”આપી. તેના સ્ટાફે તેને માત્ર આસરો જ નહીં પરંતુ સતત સાથે રહી જીવવાની હિમ્મત આપી. સામાન્ય સફાઈ કામદાર થી માંડી ઉદ્યોગપતિઓ અને સંસ્થાના ટ્રસ્ટીઓએ પોત પોતાની સરાહનીય ભૂમિકા ભજવી.

વર્ષાનું સતત આક્રંદ અને અજયની વાતો મુછે વળ દેતા પથ્થર દિલને પણ આંખમાંથી આસુ વહાવી દે. પ્રસિદ્ધની ઘેલછા વગરના દાતાઓ, ઘરશાળાના પૂર્વ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓએ વર્ષાના પરિવાર સાથે વાત કરી તાત્કાલિક ફ્લાઇટની વ્યવસ્થા કરી. અને વર્ષા એકલી ના પડે અને તેને કોઈ મુશ્કેલી ના પડે તે માટે ભાવનગરથી એક યુગલને વર્ષાની સાથે મોકલી તેના વતન પરિવારને ભાવનગરની અનામતની જેમ સુરક્ષિત રીતે સોંપી હતી. આ છે ભાવસભર ભાવનગર અને લાગણીસભર પ્રજા…

પ્રેમી યુગલના લગ્નનો હજુ આલ્બમ પણ નથી આવ્યો
હિલચાલ પ્રદેશના કાંગડા જિલ્લાના એક ગામના 30 વર્ષીય અજયસિંગ ઠાકુરનું 24 વર્ષની વર્ષા પરમાર સાથે મન મળી જતા પરિવારના મને કમને દોઢેક વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. રોજગારી માટે જમ્મુ કશ્મીર, બેંગલોર સહિતમાં ગયા બાદ ભાવનગરમાં સ્થાયી થયો. ભાવનગર સુરક્ષિત લાગતા તેની પત્ની વર્ષાને પણ તેડી આવ્યો. લગ્નજીવનને દોઢ વર્ષ થયું હતું પરંતુ હજુ સુધી સાથે રહેવાની કિસ્મત બની ના હતી. ભાવનગર આવ્યા બાદ બન્ને ખુબ ખુશ હતા. પ્રમમય જીવન વિતાવતા હતા. અને હવે તેમના લગ્નના ફોટાનું આલ્બમ જે બાકી હતું તે બનાવવાનું વિચારતા હતા. ત્યાં જ અજયનો ફોટો દિવાલ પરની ફ્રેમમાં લાગી ગયો. (સૌજન્ય-ફેસબૂક)

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! ? ? into this cosmic journey of discovery and let your thoughts fly! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page