Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalકોરોનાએ તો કેટકેટલું બરબાદ કર્યું, કંકોત્રી અપાઈ ગઈ, તૈયારી થઈ ગઈ અંતે...

કોરોનાએ તો કેટકેટલું બરબાદ કર્યું, કંકોત્રી અપાઈ ગઈ, તૈયારી થઈ ગઈ અંતે લાખોમાં થયું નુકસાન

લખનઉઃ કોરોનાના વધતા પ્રકોપને કારણે ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં રહેતા એક પરિવારે પોતાની દીકરીના લગ્ન અટકાવવા પડ્યાં. જયસ્વાલ પરિવારની દીકરી પૂજાના લગ્ન 2 મેના રોજ યોજાયા હતા. લગ્નની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. કંકોત્રી પણ આપી દીધઈ હતી. સંબંધીઓએ ટ્રેન તથા પ્લેનની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી. જોકે, કોરોનાના વધતા કહેરની સામે પરિવારે અંતિમ ઘડીએ લગ્ન કેન્સલ કરવાનું નક્કી કર્યું.

મહારાજગંજ જિલ્લાના રાજીવ નગરમાં રહેતા રમેશ જયસ્વાલની દીકરી પૂજાના લગ્ન ગોરખપુરના નૌસઢમાં રહેતા નવીનની સાથે 2 મેના રોજ નક્કી થયા હતા. ઘરમાં લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. દુલ્હનની જ્વેલરી, લગ્નના કપડાં, મંડપ, લાઈટ, તમામ વસ્તુઓની તૈયારી થઈ હતી. જોકે, ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા કેસને કારણે પરિવારે લગ્ન ટાળી દીધા. આ જ કારણે પરિવારને અઢીથી ત્રણ લાખનું નુકસાન થયું છે.

કોરોનાને કારણે બંને પરિવારે પરસ્પરની સહમતિથી લગ્ન ટાળી દેવાનું નક્કી કર્યું છે. જે સંબંધીઓને કંકોત્રી આપી છે, તેમને ફોન તથા વ્હોટ્સએપથી લગ્ન નથી તેની માહિતી આપી દેવામાં આવી છે. અનેક શહેરમાં લૉકડાઉન જેવી પરિસ્થિતિ છે. બીમાર પડ્યા બાદ લોકોને સારવાર સુદ્ધા મળતી નથી.

દુલ્હનના પિતા રમેશ જયસ્વાલે કહ્યું હતું કે દીકરીના લગ્ન માટે એક એક રૂપિયો ભેગો કર્યો હતો. તમામ તૈયારીઓ પાછળ પૈસા બરબાદ થઈ ગયા. કોરોનાને કારણે લગ્ન યોજાઈ શક્યા નહીં. અત્યાર સુધી અઢીથી ત્રણ લાખ રૂપિયા બરબાદ થયા. હવે જ્યારે લગ્ન લેવાશે ત્યારે ફરી ખર્ચો થશે. અત્યારે તો જીવ બચ્યો એ જ મોટી વાત છે. ભવિષ્યમાં દીકરીના રંગચંગે લગ્ન કરવામાં આવશે.

તો દુલ્હન પૂજા જયસ્વાલે કહ્યું હતું કે કોરોનાને કારણે પરિવારે આ નિર્ણય લીધો છે. ઓછોમાં ઓછા સંબંધીઓ આવે તો પણ કોરોના ફેલાવવાનો ભય રહેલો છે.

પરિસ્થિતિ થાળે પડશે ત્યારે ફરીવાર લગ્નની તારીખ નક્કી કરવામાં આવશે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this thrilling experience of discovery and let your thoughts soar! ? Don’t just enjoy, savor the excitement! ? Your brain will be grateful for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page