Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalPM મોદીએ બીજીવાર સત્તામાં આવતા જ સરકારી કર્મચારીઓને આપ્યા 'અચ્છે દિન'

PM મોદીએ બીજીવાર સત્તામાં આવતા જ સરકારી કર્મચારીઓને આપ્યા ‘અચ્છે દિન’

નવી દિલ્હીઃ પીએમ મોદીએ પોતાના તમામ મંત્રીઓ તથા ઓફિસ સ્ટાફને ટાઈમસર ઓફિસ આવવાની તથા વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ ના કરવાનો આદેશ આપ્યો છે. થોડા સમય પહેલાં જ મંત્રીમંડળની બેઠકમાં પોતાના સાથીઓ સાથે કામકાજને લઈ નવી સૂચનાઓ આપવામાં આવી છે.

બીજાને ઉદાહરણરૂપ બનોઃ
બીજીવાર સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીએ મંત્રીમંડળની પહેલી બેઠકમાં તમામ મંત્રીઓને સમયસર ઓફિસ આવવાની તથા ઘરેથી કામ ના કરીને બીજા સામે ઉદાહરણરૂપ બનવાની સલાહ આપી છે. ઓફિસનું કામ ઓફિસમાં જ પૂરું કરવવું જેથી ઘરમાં વધુ સમય ઓફિસનું કામ કરવાની જરૂર ના પડે.

સીનિયર મંત્રી નવા મંત્રીઓને માર્ગદર્શન આપેઃ
સૂત્રોના મતે, બેઠક દરમિયાન મોદીએ કેબિનેટ મંત્રીઓને ફાઈલ્સનો ઝડપથી નિકાલ કરવા માટે પોતાના જૂનિયર મંત્રીઓ સાથે બેસીને પ્રસ્તાવ પર કામ કરવાની સલાહ આપી છે. તમામ મહત્ત્વની ફાઈલ્સની માહિતી પણ રાજ્યમંત્રીઓ સાથે શૅર કરવાની વાત કરી છે. આ સાથે જ નવા કેબિનેટ મંત્રીઓ મંત્રાલયના નવા ઘટનાક્રમોને અપડેટ કરવા માટે રોજ અધિકારીઓ સાથે મિટિંગ કરે. જેથી પ્રોડક્ટિવિટી વધી શકે.

પાંચ વર્ષના એજન્ડાની ચર્ચાઃ
આ સમય દરમિયાન પીએમ મોદીએ પાંચ વર્ષના એજન્ડા અંગે વાત કરી હતી. જે દરેક મંત્રાલયે તૈયાર કરવાનો છે. જેથી સરકાર પ્રથમ 100 દિવસ દરમિયાન નક્કર નિર્ણયો લઈ શકે. પહેલી કેબિનેટ બેઠકમાં મોદી સરકારે દેશના તમામ ખેડૂતોને કવર કરવા માટે પીએમ કિસાન યોજનાના વિસ્તારને મંજૂરી આપી છે. જેમાં પ્રતિ વર્ષ ખેડૂતોને 6 હજાર રૂપિયાની સહાય મળશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! ? Dive into this exciting adventure of discovery and let your thoughts fly! ✨ Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page