Friday, April 12, 2024
Google search engine
HomeNationalકળિયુગના દીકરા-દીકરીએ વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર ધકેલી મૂક્યા

કળિયુગના દીકરા-દીકરીએ વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર ધકેલી મૂક્યા

મુરૈનાઃ અહીંના પોરસાના પિપરઈ મૌજા વિજયગઢની મહિલા સુમિત્રા અને તેમના પતિ રામભરોસે તલાટી પાસે પહોંચ્યા હતા. તેમણે રડતા-રડતા તલાટીને જણાવ્યું કે, વહુઓ અને દીકરાઓએ મળીને તેમને ઘરની બહાર કરી દીધા હતા. જે પછી તલાટી નરેશ શર્માએ જાતે જ તેમની અરજી લીધી અને ફરિયાદ નોંધાવ્યા બાદ વૃદ્ધ દંપત્તિને તેમના ઘરે છોડ્યા હતા. તલાટી નરેશ શર્માએ જાતે જ તેમના નિવેદન નોંધ્યા હતા.

આ વૃદ્ધ દંપત્તિ ફળો વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. રામભરોસેના 4 દીકરા અને એક દીકરી છે જે બધા ગ્વાલિયરમાં રહે છે. રામભરોસે પહેલા જ સંપત્તિના ભાગલા કરી બાળકોને આપી ચૂક્યા છે. તેમની પાસે માત્ર ગામમાં રહેલ મકાન જ બચ્યું હતું.

પરંતુ અમુક સમય પહેલા દીકરો ગંગાસિંહ અને રામનરેશે તે ઘર પણ દગાપૂર્વક પોતાની પત્નીઓના નામે કરાવી લીધું અને વૃદ્ધ દંપત્તિને ઘરની બહાર કરી દીધા હતા. 15 દિવસથી તેઓ બેઘર લોકોની જેમ જીવી રહ્યાં હતા. અંતે તેઓ તલાટી નરેશ શર્મા પાસે પહોંચ્યા હતા.

નરેશ શર્માએ જણાવ્યું કે, ‘હાલ તમામ લોકો પોતાના મૃતક પરિવારજનોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યું છે. મારી માતાનું શ્રાદ્ધની પ્રક્રિયામાં હતો ત્યારે જ વૃદ્ધ દંપત્તિને મે જોયા હતા. તેમની વાત જાણી હતી. આ કેવું કહેવાય કે, આપણે જીવતા માતા-પિતાની ઉપેક્ષા કરીએ છીએ અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા હોઈએ.’

નરેશ શર્માએ એસઆઈને સૂચના આપી છે વૃદ્ધ દંપત્તિને રહેવામાં કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવામા આવે. આ સાથે જ તેમના ઘરના દસ્તાવેજની પ્રક્રિયા પણ અટકાવવા સૂચના આપવામા આવી છે. વૃદ્ધ દંપત્તિના ભરણ પોષણ માટે પણ સંબંધિત વિભાગને ફરિયાદ મોકલી આપી છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page