Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodઆ જાણીતા ગુજરાતી બિઝનેસમેનની દીકરી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે?

આ જાણીતા ગુજરાતી બિઝનેસમેનની દીકરી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે?

મુંબઈઃ જૂહી ચાવલા 90ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ હતી. મિસ ઈન્ડિયા બન્યા બાદ જૂહીએ બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘સલ્તન્ત’થી કર્યું હતું. જૂહીએ ગુજરાતી બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યાં છે. તેને દીકરી જાહન્વી તથા દીકરો અર્જુન છે.

જાહન્વી સો.મીડિયા તથા કેમેરાથી દૂર રહે છે. જોકે, થોડાં સમય પહેલાં જૂહીએ એક ઈન્ટરવ્યૂમાં દીકરીની કરિયર અંગે વાત કરી હતી. આ જ કારણે હાલમાં જાહન્વીની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે.

જૂહીએ કહ્યું હતું કે તેની દીકરી જાહન્વીને ભણવાનો ઘણો જ શોખ છે. તે રાઈટર બનવા માગતી હતી. જોકે, થોડાં પછી તેણે મોડલ બનાવાની ઈચ્છા પ્રગટ કરી હતી.

જૂહીએ કહ્યું હતું કે દીકરી એક્ટ્રેસ બનવા અંગે વિચારી શકે છે. જોકે, જાહન્વી હાલમાં પોતાની કરિયર અંગે ખાસ ગંભીર નથી. એ તો ભવિષ્યમાં જ ખબર પડશે કે તે શું બને છે. જૂહી ચાવલાની દીકરીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. લંડનમાંથી તેણે બિઝનેસમાં ડિગ્રી મેળવી છે.

હાલમાં જ આઈપીએલના ઓક્શન દરમિયાન જાહન્વી એક્ટર શાહરુખના દીકરા આર્યન ખાન સાથે જોવા મળી છે. તે સમયે આ તસવીરો ઘણી જ વાઈરલ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે જૂહી ચાવલા, જય મહેતા તથા શાહરુખ ખાન આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક છે. ઓક્શન દરમિયાન જાહન્વી પિતા જય મહેતા સાથે આવી હતી.


ફોરેન યુનિવર્સિટીમાં ભણતી જાહન્વી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the dimensions of awe! ?

  2. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Embark into this cosmic journey of imagination and let your imagination fly! ? Don’t just explore, savor the thrill! #FuelForThought Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page