Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratકોઈ ડોક્ટર ન મળતાં TTEએ ટ્રેનમાં જ મહિલાની કરાવી ડિલીવરી, રેલવે મિનિસ્ટ્રીએ...

કોઈ ડોક્ટર ન મળતાં TTEએ ટ્રેનમાં જ મહિલાની કરાવી ડિલીવરી, રેલવે મિનિસ્ટ્રીએ તસવીરો કરી ટ્વિટ

નવી દિલ્હી: તમે ટ્રેન-બસ કે પછી રેલવે સ્ટેશન પર ડિલીવરી થવાના મામલા સાંભળ્યા હશે. જોકે જે મામલા વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છે તે પણ ટ્રેનમાં ડિલીવરી સાથે જોડાયેલ છે. પરંતુ અન્ય મામલાઓ કરતા અલગ છે. વાત એમ છે કે, ટ્રેનમાં કોઈ ડોક્ટર ન મળતાં રેલવેના દિલ્હી ડિવિઝનમાં TTE તરીકે કામ કરતા એચ.એસ.રાણાએ અન્ય યાત્રીઓની મદદથી એક મહિલાની ડિલીવરી કરાવી હતી. TTEએ ટ્રેનમાં મહિલાના ડિલિવરી કરાવતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં.

TTE એચ.એસ.રાણાએ રાતના સમયે ટ્રેનમાં અન્ય યાત્રીઓનીથી મદદથી એક મહિલાની ડિલીવરી કરાવી હતી. મહિલાને રાતના સમયે ટ્રેનમાં અચાનક પ્રસવ પીડા ઉપડ્યા બાદ પહેલાં તો રાણાએ ટ્રેનમાં કોઈક ડોક્ટર છે કે નહીં તેની તપાસ કરી હતી પરંતુ ટ્રેનમાં કોઈ ડોક્ટર ન મળતાં તેમણે જાતે જ મહિલાની ડિલીવરી કરવાનો નિર્ણય કર્યો હતો.


TTEના આ પ્રયત્નને કારણે ભારતીય રેલવે ખૂબ જ ખુશ છે. રેલવે મિનિસ્ટ્રીએ રાણાના આ માનવીય કામના વખાણ કરતાં એક ટ્વિટ પણ કર્યું હતું. ટ્રેનમાં ડિલીવરીનો આ પહેલો કિસ્સો નથી. થોડાં દિવસ પહેલા જલપાઈગુડીમાં અગરતલા-હબીબગંજ એક્સપ્રેસમાં પણ એક મહિલાની ડિલીવરી થઈ હતી.

આ ટ્રેનમાં દુઃખાવાને કારણે હેરાન થઈ રહેલી ગર્ભવતી મહિલા તરફ લોકોનું ધ્યાન ગયું હતો ત્યારે ત્રણ લોકોએ ડોક્ટરને શોધ્યા હતાં પરંતુ લાંબા સમય બાદ પણ ટ્રેનમાં કોઈ ડોક્ટર ના મળ્યા તો તે ત્રણેય મહિલાઓએ મળીને મહિલાની ડિલીવરી કરાવી હતી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your imagination soar! ? Don’t just enjoy, savor the thrill! #FuelForThought ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page