Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratઉમિયાધામમાં અવિરત પ્રવાહ વચ્ચે સ્વંયસેવકો સાથે ભક્તો પણ સેવામાં જોતરાયા

ઉમિયાધામમાં અવિરત પ્રવાહ વચ્ચે સ્વંયસેવકો સાથે ભક્તો પણ સેવામાં જોતરાયા

ઉંઝા: ઉમિયાધામમાં ચાલી રહેલા લક્ષચંડી મહાયજ્ઞનો આજે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં કુલ 21 લાખ ભક્તો મા ઉમાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ આખા કાર્યક્રમમાં એવી શાનદાર વ્યવસ્થા કરવામાં આવી છે કે દર્શનાર્થીઓને ક્યાંય અગવડ પડે એમ જ નથી. આ સુંદર વ્યવસ્થાનો શ્રેય 24 કલાક ખડેપગે સેવા આપતાં30 હજાર સ્વંયસેવકોને જાય છે. જેમાં 7 હજાર મહિલાઓ સામેલ છે. કાર્યક્રમની તમામ વ્યવસ્થામાં સેવકો મન મૂકીને સેવા કરી રહ્યા છે. દિવસે તડકો અને રાત્રે ઠંડી છતાં તેમનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી.

દર્શનાર્થે આવતી મહિલાઓ પણ થાળી ધોવા લાગે છે
સ્વંયસેવકો જ નહીં દર્શને આવતી મહિલાઓ પણ સેવામાં જોતરાય જાય છે. બપોરના સમયે જ્યારે ભોજન માટે લોકોનો ધસારો વધી જાય છે ત્યારે માઈક પર થાળી ધોવા માટે સ્વંયસેવકોને કહેવામાં આવે છે. આ વાત કાને પડતાં જ લાઈનમાં ઉભેલી મહિલા ભક્તો જમવાની થાળી મુકીને જ્યાં થાળી ધોવાતી હોય ત્યાં જઈને ધોવા લાગે છે.

મહિલા સેવકોની સુંદર કામગીરી
સ્વંયસેવકોમાં 7 હજાર મહિલાઓએ તેમને સોંપવામાં આવેલી જવાબદારી સારી રીતે ઉપાડી લીધી છે. ભક્તોના પગરખા સાચવવા, રસોઈ માટેની શાકભાજી કાપવી, થાળીઓ ધોવી વગેરે સેવાઓ બજાવી રહી છે.આ પ્રસંગમાં હજારો સ્વંયસેવકો સેવા આપી રહ્યા છે ત્યારે 12 વર્ષના બાળકથી લઈ 79 વર્ષ ઉપરના વૃધ્ધો ઉત્સાહભેર સેવા આપી રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞની શરૂઆતથી અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદ લીધો છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page