Tuesday, April 9, 2024
Google search engine
HomeRecipeશ્રાવણ મહિનાનો ઉપવાસ છે? તો બનાવો ફરાળી પાવર પૅક્ડ ડ્રાયફ્રૂટ લાડુ

શ્રાવણ મહિનાનો ઉપવાસ છે? તો બનાવો ફરાળી પાવર પૅક્ડ ડ્રાયફ્રૂટ લાડુ

કિંજલ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ ડ્રાયફ્રૂટ્સમાં એન્ટીઓક્સીડેન્ટ પ્રચૂર માત્રામાં હોય છે. તે ફાઇબરથી ભરપૂર હોય છે અને ઘણાં બધા રોગો સામે લડવાની શક્તિ આપે છે. આ શ્રાવણ માસમાં જો કઈ ગળ્યું ખાવાની ઈચ્છા થાય, તો ખાંડ અને ઘીથી ભરપૂર બહારની મીઠાઈઓ ખાવા કરતા, આ ફરાળી પાવર પૅક્ડ ડ્રાયફ્રૂટ લડ્ડુ ખાવા એક સારો અને આરોગ્યપ્રદ વિકલ્પ બની રહે છે.

સામગ્રી:
1 કપ બિયાં વગરની ખજૂર
1/4 કપ કાજુ
1/4 કપ પિસ્તા
1/4 કપ બદામ
2 ચમચી ઘી
1/2 ચમચી ઈલાયચી પાવડર

રીત:
1. કાજુ-બદામને અધકચરા ક્રશ કરી લો
2. ત્યારબાદ પિસ્તાને થોડા ક્રશ કરો
3. ખજૂરને મિક્ષ્ચરમાં ક્રશ કરીને સાઈડમાં મુકો
4. એક પેનમાં 2 ચમચી ઘી મુકો
5. ઘી ગરમ થાય એટલે કાજુ-બદામ-પિસ્તા નાંખો
6. થોડા શેકાઈ જાય પછી તેમાં ખજૂરનું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો
7. 10 થી 15 મિનિટ સુધી આ મીક્ષ્ચરને શેકો
8. 15 મિનિટ પછી બધી જ સામગ્રી પેનમાં એક સાથે દેખાવા લાગશે
9. ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર ઉમેરી ગેસ બંધ કરી દો
10. 2-3 મિનિટ સુધુ મિશ્રણને ઠંડુ પાડવાળો અને પછી તરત જ તમને મન ગમતી સાઈઝના લડ્ડુ વાળો
11. મિશ્રણ વધુ ઠંડુ ના પડવા દો, નહીંતો લડ્ડુ વાળવામાં તકલીફ થશે
12. લડ્ડુને એક થાળીમાં મૂકી ઠંડા પડવા દો.
13. સાવ ઠંડા થાય પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this exciting adventure of imagination and let your imagination roam! ? Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page